બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / names are big and the visions are wrong Congress attacked the government over the budget
Mahadev Dave
Last Updated: 09:03 PM, 1 February 2023
ADVERTISEMENT
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલ નાણાકીય વર્ષ 2023 - 24ના અંદાજપત્રને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંપૂર્ણ નિરાશાજનક ગણાવતા કહ્યું હતું કે, આગામી વર્ષે ચૂંટણીનું લોકોએ બજેટમાં રાહતની તેમજ નવી જોગવાઈની આશા રાખી હતી પરંતુ આ આશા ઠગારી નિવડી છે. બજેટમાં ખેડૂતો માટે, બેરોજગાર યુવાનો માટે કે ગરીબ - મધ્યમવર્ગને રાહત મળે તેવી કોઈ બાબતો સમવાઈ નથી. એક માત્ર ઇન્કમટેક્સમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે તે પણ નવુ ટેક્સ માળખું અપનાવ્યું હોય તેવા લોકોને 7 લાખ સુધીની આવક કરમુક્ત ગણાવી છે.
‘નામ મોટા અને દર્શન ખોટા’ જેવું સંપૂર્ણ નિરાશાજનક કેન્દ્રીય બજેટ. મોધવારીથી પીડાતી જનતાને કોઈ રાહત નહીં અને રોજગારીના સર્જન માટેની કોઈ વાત નથી. ખેડૂતો માટે કોઈ જ મોટી ફાયદાકારક જાહેરાત નથી. કર્ણાટકમાં ચૂંટણી આવે છે એટલે સ્પેશીયલ પેકેજ આપવામાં આવ્યું અને ગુજરાતને કશું જ નહીં ! pic.twitter.com/S6xExJM0gC
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) February 1, 2023
ADVERTISEMENT
કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ બજેટમાં જોગવાઈથી વિશેષ કોઈ વધારો ન કરાયો
વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે નાણામંત્રીએ લાંબા લચક ભાષણના અંતે કોઈ જ નક્કર જાહેરાતો કરી નથી. ઊલટું ચીન અને પાકિસ્તાન સરહદ સળગી રહી હોવા છતાં કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ બજેટમાં જોગવાઈથી વિશેષ કોઈ વધારો ન કરાયો હોય તાજેતરમાં ચીન સરહદે બિહાર રેજીમેન્ટના 20 ફૌજી જવાનો શહીદ થયા હોવાની વાતને યાદ કરી હતી.આ ઉપરાંત સાંસદ શક્તિસિંહ ગોહિલે અલંગના શીપ બ્રેકીંગ ઉદ્યોગની વર્ષોજુની માંગણીને પણ લક્ષમાં ન લઈ કેન્દ્ર સરકારે સ્ક્રેપ પોલિસીના ટેક્સ માળખામાં ફેરફાર ન કરી ટ્રાન્સપોર્ટર અને લાખો કામદારોને અન્યાય કર્યો હોવાનું જણાવી જીએસટી ટેક્સ માળખામાં પણ રાહત ઝંખતા વેપારી, ઉદ્યોગપતિઓ અને સામાન્ય નાગરિકોને કેન્દ્રએ કોઈ રાહત ન આપી હોવાનું જણાવ્યું હતું.
ખેડૂતો માટે કોઈ જ મોટી ફાયદાકારક જાહેરાત નથી
અંતમાં ગુજરાતને કોઈ વિશેષ લાભ ન આપી ગુજરાતના વડાપ્રધાનના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે આગામી વર્ષે કર્ણાટકમા વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજનાર હોય ભાજપની નબળી સ્થિતિને સુધારવા ખાસ ચૂંટણીલક્ષી પેકેજ જાહેર કર્યાનો આરોપ પણ લગાવ્યો હતો. અને રોજગારીના સર્જન માટેની કોઈ વાત નથી. ખેડૂતો માટે કોઈ જ મોટી ફાયદાકારક જાહેરાત નથી. કર્ણાટકમાં ચૂંટણી આવે છે એટલે સ્પેશીયલ પેકેજ આપવામાં આવ્યું અને ગુજરાતને કશું જ નહીં ! તેવું જણાવ્યું હતું.
કેન્દ્રીય બજેટને આંકડાઓની ભરમાર ગણાવતા કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશી
નાણાકીય વર્ષ 2023-24ના બજેટને ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ આંકડાઓની ભરમારથી વિશેષ કઈ હોવાનું જણાવતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે શિક્ષણ, આરોગ્ય અને લાખો ગ્રામીણ લોકોને રોજગાર આપતી મનરેગા જેવી યોજનામાં નાણાકીય ફાળવણી ઉપર કાતર ફેરવી કાપ મુક્યો છે. આ સાથે જ નવી યોજનાઓ લાવી ન શકનાર કેન્દ્ર સરકારે જૂની યોજનાઓના નામ બદલી એની એ જ યોજનાઓ બજેટમાં રજૂ કરી ખેડૂતો, બેરોજગારો કે નાના - મધ્યમ વર્ગ માટે કોઈ નક્કર જોગવાઈ ન કરી હોવાનું જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.