બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / mutual fund investment people often make these five big mistakes know more

જરૂરી વાત / મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં મોટાભાગે લોકો કરે છે આ પાંચ ભુલો, ચેક કરી જુઓ તમે તો નથી કરીને?

Arohi

Last Updated: 04:57 PM, 17 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર બજારમાં રોકાણ માટે ખૂબ રિસર્ચ અને જાણકારી મેળવવાની જરૂર હોય છે

  • શેર બજારમાં રોકાણ માટે ટિપ્સ 
  • મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા આ વાંચી લો 
  • જાણો કઈ રીતે વધારે નફો કમાવી શકાય

શેર બજારમાં ફાયદો ઉઠાવવામાં મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) સૌથી સુરક્ષિત અને સરળ રસ્તો માનવામાં આવે છે. શેર બજારમાં રોકાણ માટે ખૂબ રિસર્ચ અને જાણકારી મેળવવાની જરૂર હોય છે માટે એક્સપર્ટ નવા ઈનવેસ્ટર્સને સલાહ આપે છે કે સીધા શેર બજારમાં ઉતરવાની જગ્યા પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી નફો કમાવવો જોઈએ. 

મ્યુચ્યુઅલ ફંડમાં એવી યોજનાઓ હોય છે જેમાં કોઈ ફંડ હાઉસ ઘણા બધા રોકાણકારો પાસેથી થોડી થોડી રકમ લઈને તેને શેર બજાર અથવા ડેટ સાધનોમાં લગાવે છે અને રોકાણકારોને સારૂ રિટર્ન આપવાનો પ્રયત્ન કરે છે. તેના બદલામાં ફંડ હાઉસ મામલી ખર્ચ અથવા ફી વસુલ કરે છે. મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાર કરતી વખતે મોટાભાગે લોકો પાંચ પ્રકારની એવી ભુલો કરે છે જે ખૂબ કોમન હોય છે. ક્યાંક તમે પણ આવી જ ભુલ તો નથી કરી રહ્યાને? આવો જાણીએ એવી કઈ ભુલોથી તમારે બચીને રહેવું જોઈએ. 

સેક્ટોરલ ફંડની પસંદગી
ઘણા લોકો ફક્ત એવા સેક્ટોરલ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવે છે જે કોઈ એક ખાસ સેક્ટરના શેરમાં જ રોકાણ કરે છે. જેવા કે ફાર્મા, બેન્કિંગ, આઈટી વગેરે. ઘણા સેક્ટોરલ ફંડનું પ્રદર્શન વર્ષ-બે વર્ષમાં ખૂબ શાનદાર થઈ શકે છે. પરંતુ લોન્ગ ટર્મમાં જોઈએ તો તસ્વીર કંઈક અલગ જ હોય છે. હકીકતમાં સેક્ટોરલ ફંડમાં જે રફતારથી વધારો થાય છે તેટલી ઝડપથી તેમાં ઘટાડો પણ થઈ શકે છે. માટે કોઈ એક સેક્ટર આધારિત ફંડમાં ફક્ત પોતાના રોકાણને સીમિત કરવાની ભુલ ન કરવી જોઈએ. તેનાથી તમારા પોર્ટફોલિયોને વિવિધતા નહીં મળે. નાના રોકાણકારો માટે જરૂરી સલાહ છે કે તે એવા ફંડમાં પૈસા લગાવે જે બે-ત્રણ સેક્ટરના શેરમાં રોકાણ કરવા માંગતા હોય. 

લો એનએવીનો મતલબ વધારે યુનિટ અને ઉંચુ રિટર્ન 
મોટાભાગે લોકો એવું વિચારે છે કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડનું એનએવી એટલે કે નેટ એસેટ વેલ્યુ જો ઓછી હોય તો તે રોકાણનો સારો વિકલ્પ છે. કારણ કે તેનાથી તમને વધારે યુનિટ મળી જાય છે અને વધારે પ્રોફિટ મળી શકે છે. પરંતુ સાચી વાત તો એ છે કે આ વાત હંમેશા સાચી નથી હોતી. 

વધારે પડતા મ્યુચ્યુઅલ ફંડ ખરીદી લેવા 
ઘણા લોકો 10થી 15 મ્યુચ્યુઅલ ફંડમાં એક સાથે રોકાણ કરે છે. તેની સામે જે પણ મ્યુચ્યુઅલ ફંડ આવે છે તે તેમાં પૈસા લગાવી દે છે. તેનું નુકસાન એ થાય છે કે તેમને ઘણી બધી કંપનીઓનું એવરેજ રિટર્ન જ મળી જાય છે. એટલે કે દરેક ફંડના રોકારણ વાળા અમુક શેર વધે છે તો અમુક ઘટે છે. આ રીતે સરેરાશ રિટર્ન મળે છે. તેનાથી સારૂ તો એ છે કે તમે કોઈ ઈન્ડેક્સ ફંડમાં પૈસા લગાવી દો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે તમારૂ લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ અને તમારા લક્ષ્ય અનુસાર જ તમારે રોકાણ કરવું જોઈએ. 

લો એક્સપેન્સ રેશ્યો વાળા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું 
ઘણા લોકો એવું વિચારી રહ્યા હોય છે કે જો કોઈ મ્યુચ્યુઅલ મ્યુચ્યુઅલ ફંડનું એક્સપેન્સ રેશ્યો ઓછો છે તો તે ફંડમાં રોકાણ કરવાનું બરાબર છે. એક્સપેન્સ રેશ્યો મહત્વપૂર્ણ જરૂર છે પરંતુ કોઈ મ્યુચ્યુઅલ ફંડની પસંદગીનો આધાર તે ન હોવો જોઈએ. કોઈ મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરતી વખતે તેના પોસ્ટ રેકોર્ડ, તેના મેનેજરનું પ્રદર્શન અને રિટર્નને જોવું જોઈએ. જો આ બધુ બરાબર છે તો વધારે એક્પેન્સ રેશ્યો રહેવા પર પણ તમને નુકસાન નહીં થાય. એટલે કે થેડો એક્સપેન્સ રેશ્યો પરંતુ સારા રિટર્ન વાળા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવા બરાબર છે. 

મ્યુચ્યુઅલ ફંડને ફટાફટ વેચવું 
મ્યુચ્યુઅલ ફંડોના મામલામાં મોટાભાગે લોકો એક ભુલ કરે છે કે તેમને જલ્દી-જલ્દી વેચતા રહે છે. વગર કોઈ કારણે જુના મ્યુચ્યુઅલ ફંડને વેચીને નવા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવા યોગ્ય નથી. લોન્ગ ટર્મના ફાયદાને જોતા આ નુકસાન કારક છે. વારંવાર મ્યુચ્યુઅલ ફંડના વેચાણથી તમને કેપિટલ ગેન્સ ટેક્સ આપવો પડે છે. એટલે કે તમારા રિટર્નમાં કાપ હોય છે. માટે સારી વાત એ જ છે કે સારી રીતે રિસર્ચ કરી કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં લોન્ગ ટર્મ માટે પૈસા લગાવો. તમે જેટલા લાંબા સમય સુધી રોકાણ કરશો. તેટલું જ સારી રીટર્ન મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ