બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Murder of young man a day before marriage in Patan, fear of love affair

ધરપકડ / કોણ છે વરરાજાના વેરી! પાટણમાં લગ્નના એક દિવસ પહેલા યુવકનું મર્ડર, પ્રેમ પ્રકરણ હોવાની આશંકાથી હડકંપ

Vishal Khamar

Last Updated: 05:03 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ જીલ્લાનાં રાધનપુર શહેરમાં ગત રોજ એક યુવકની જાહેરમાં હત્યા કરનાર શખ્શને પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડ્યો છે. ત્યારે મૃતક યુવકનાં એક વર્ષ અગાઉ અન્ય યુવતિ સાથેનાં સબંધોનાં કારણે હત્યા થઈ હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું.

  • રાધનપુરમાં યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ
  • મૃતક યુવકનાં આજે થવાનાં હતા લગ્ન
  • મૃતક યુવકનાં અન્ય યુવતી સાથેનાં સબંધોનાં કારણે થઈ હત્યા

 પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં જાહેરમાં એક યુવાનની હત્યા થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. રાધનપુર મહેસાણા હાઇવે ચાર રસ્તા પાસેના એક કોમ્પ્લેક્સમાં સમી તાલુકાના અમરાપુર ગામનો વિપુલ ઠાકોર નામનો યુવાન કે જેના આજે લગ્ન હતા. આ યુવાન પોતાના લગ્નની તૈયારી માટે ખરીદી કરવા રાધનપુર શહેર ગયો હતો. જ્યાં તેની અજાણ્યા ઈસમોએ છરીના ઘા મારી વિપુલ ઠાકોરની કરપીણ હત્યા કરી નાખી આરોપી ફરાર થઈ જવા પામ્યા હતા.

 પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી
ઘટનાની જાણ રાધનપુર પોલીસને થતા પોલીસે મૃતક વિપુલ ઠાકોરની લાશને રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી હતી અને ફરાર આરોપીઓને ઝડપવા માટે સ્થાનિક સીસીટીવી કેમેરા ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે રાધનપુર પોલીસે આ ઘટનામાં સંડોવાયેલ ફરાર આરોપીની  પાટણ એલ.સી.બી. એ  મોટીપીંપળી ગામનાં બસ સ્ટેન્ડ પાસેથી ધરપકડ કરી હતી.

મૃતકનાં એક વર્ષ અગાઉ અન્ય યુવતી સાથેનાં સબંધોનાં કારણે યુવતીનાં મંગેતરે કરી હત્યા
રાધનપુરમાં ગત રોજ યુવકની હત્યાનાં બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જેને પાટણ એલ.સી. બી. પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા હત્યા બાબતે કોલી ઈશ્વરભાઈ પ્રભુભાઈ રહે. રાફુ (કૈલાશપુરા) તા. સમી. જી. પાટણવાળાને પકડી પાડી તેની પૂછપરછ કરતા યુવકે જણાવ્યું હતું કે મૃતક યુવક વિપુલ ઠાકોરનાં  એક વર્ષ પહેલા એક યુવતી સાથેનાં સબંધોનાં કારણે યુવતીનાં મંગેતર દ્વારા હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે એલ.સી.બી. પોલીસે આરોપીની અટક કરી રાધનપુર પોલીસને વધુ પૂછપરછ માટે સોંપવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ