વિષ્ણુ નામના સિક્યોરિટી ગાર્ડે રોકવા જતા શખ્સોએ કરી હત્યા
રાજકોટના અમીનમાર્ગ નજીક વિદ્યાકુંજ સોસાયટીમાં નરેશ પટેલના વેવાઈ પ્રવિણ પટેલના બંગલામાં હત્યાની ઘટના સામે આવી છે. વિષ્ણુ નામના સિક્યોરિટી ગાર્ડે રોકવા જતા શખ્સોએ વિષ્ણુ કૂચરા નામના સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી નાખી. હાલ આ સમગ્ર મામલે રાજકોટ માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કોઈ નેપાળી શખ્સોએ આ હત્યા કરી હોવાની આશંકા
જણાવી દઇએ કે, રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ તેઓની હત્યા કરી નાખી છે. આરોપીએ મૃતકને તીક્ષ્ણ હથિયારના બે ઘા મારી હત્યા કરી દીધી છે. આરોપીએ ડિસમિસ વડે માથાના ભાગે અને ગળાથી નીચેના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. હાલમાં કોઈ નેપાળી શખ્સોએ આ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
એવું કહેવાય છે કે, પ્રવિણ પટેલના બંગલામાં ચોરી કરવાના ઈરાદે શખ્સ બંગલામાં ઘૂસ્યો હતો. ત્યારે વિષ્ણુ નામના સિક્યોરિટી ગાર્ડે તેઓને રોકવા જતા શખ્સોએ તેની હત્યા કરી નાખી.
માલવીયાનગર પોલીસે CCTV ફુટેજના આધારે આ સમગ્ર મામલે તજવીજ હાથ ધરી છે.
નોંધનીય છે કે, રાજકોટના અમીનમાર્ગ પર વિદ્યાકુંજ સોસાયટી આવેલી છે. જેમાં ઇશાવાસ્યમ નામનો બંગલો આવેલો છે. આ બંગલો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઇ પ્રવીણ પટેલનો છે. હાલમાં પ્રવીણભાઇ પટેલ વડોદરા રહે છે અને અહીં તેમના બંગલામાં વિષ્ણુ કૂચરા નામનો એક શખ્સ રહે છે, જે બંગલાની દેખરેખ કરે છે. છેલ્લાં ચાર વર્ષથી વિષ્ણુભાઈ બંગલાની રખેવાળી કરતા હતા. પરંતુ રાતના 9 વાગ્યાની આસપાસ આવેલા એક અજાણ્યા શખ્સે ચોરી કરવાના ઇરાદે બંગલામાં ઘૂસવાની કોશિશ કરી હતી. પરંતુ વિષ્ણુ નામના સિક્યોરિટી ગાર્ડે તેઓને રોકવા જતા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેની હત્યા કરી દીધી છે. આ હત્યા બાદ આરોપી બંગલાના પાછળના ભાગેથી ફરાર થઈ ગયો હતો. હત્યા કરનારો શખ્સ મૃતકના પરિચયમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.