બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / સુરત / Murder incident, over standing in line at a petrol pump in Surat

સુરત / તહેવાર મોતના માતમમાં ફેરવાયો : નજીવી તકરારમાં યુવકને ઉતારી દીધો મોતને ઘાટ, જાણો સમગ્ર કિસ્સો

Kiran

Last Updated: 02:02 PM, 6 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ભાઈબીજની પૂર્વ સંધ્યાએ જ ત્રણ બાઈક સવારોએ ઝગડાની અદાવતમાં યુવકને છરીના ઘા મારીને રહેંસી નાંખ્યો

  • સુરતના ગોડાદરા વિસ્તારમાં નજીવી બાબતે હત્યા
  • લાઈનમાં ઉભા રહેવા જેવી નજીવી બાબતે હત્યા
  • અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા મારીને કરી હત્યા


સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યારે તહેવારોની સિઝનમાં પણ હત્યાની ઘટના સામે આવી છે, ભાઈબીજના દિવસેની પૂર્વ સંધ્યાએ ત્રણ બાઈક સવારોએ સામાન્ય ઝગડામાં એક યુવકની છરીના ઘા મારીને હત્યા નીપજાવી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 

લાઈનમાં ઉભા રહેવા જેવી નજીવી બાબતે હત્યા

ઘટનાની વાત કરીએ તો પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા જેવી નજીવી બાબતે અજાણ્યા શખ્સોએ એક યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો પરતું તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે. 

અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા મારીને કરી હત્યા

તહેવારોમાં પરિવારને બહાર સંબંધીને ત્યાં જવાનું હોવાથી યુવકના પિતાના કહેવાથી પેટ્રોલ ભરાવવા આવેલા યુવકે લાઈનમાં ઊભા રહેવા બાબતે ટકોર કરતા અજાણ્યા યુવકોએ છરીના ઘા ઝીંક્યા હતા, મિત્ર સાથે યુવકને ત્રણ બાઇક સવારો પેટ્રોલ પમ્પ બહાર જ મિત્રની નજર સામે ઉપરા ઉપરી છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં ફરાર થઈ ગયા હતા. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. અને ફરાર આરોપીઓને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.  

સીસીટીવીને આધારે પોલીસ તપાસ હાથ ધરી 

મહત્વનું છે કે ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો પરતું તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારને ઘટનાની જાણ થતાં જ હોશ ઉડી ગયા હતા અને દિવાળીના તહેવારોમાં જ પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે. એક ની એક બહેનનો ભાઈ, ભાઈબીજની પૂર્વ સંધ્યા એ જ ભગવાન પાસે ચાલી ગયો હતો. નવા વર્ષની ખુશીનો માહોલ ગણતરીની સેકન્ડમાં મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો. જોકે યુવકની હત્યા બાદ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ