સિદ્ધિ / આ ભારતીય ડાન્સ ગ્રુપે અમેરિકામાં વગાડ્યો ડંકો, જીત્યું America's Got Talent 2નું ખિતાબ

Mumbai dance group V Unbeatable wins Americas Got Talent

મુંબઈના એક ડાન્સ ગ્રુપે ભારતીયોને ફરી એકવાર ગર્વ કરવાનો મોકો આપ્યો છે. વી અનબીટેબલ નામના મુંબઈના ડાન્સ ગ્રુપે અમેરિકાના સૌથી મોટા ટેલેન્ટ શો 'અમેરિકાસ ગોટ ટેલેન્ટ: ધ ચેમ્પિયન્સ'નું ખિતાબ જીતી લીધું છે. સોમવારે (ભારતમાં મંગળવાર), વી અનબીટેબલ ડાન્સર્સે આ ખિતાબ પોતાના નામે કરી ધૂમ મચાવી દીધી છે. છેલ્લી વખત અમેરિકાના ગોટ ટેલેન્ટમાં પ્રથમ વખત ભારતીય તરીકે એન્ટ્રી લઈને આ ડાન્સ ગ્રુપની ખૂબ પ્રશંસા થઈ રહી હતી. તેમજ આ ગ્રુપ ફાઈનલમાં ચોથા સ્થાને રહ્યો હતો, પરંતુ આ વખતે આ ગ્રુપે આ ખિતાબ પોતાના નામે કરી લીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ