ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:28 PM, 2 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
મુંબઈ એરપોર્ટને મળ્યો ધમકીભર્યો ઇ-મેલ
દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેરને ધ્રુજાવવાની ધમકીઓનો સિલસિલો થોભવાનું નામ જ નથી લઈ રહ્યો. શનિવારે રાત્રે મુંબઈ એરપોર્ટને પણ એક ધમકી ભરેલો ઇ-મેલ આવ્યો હતો. આ ઇ - મેલ અનુસાર, એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ 6E6045મા બોમ્બ હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ સૂચના મળતા જ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ પર મુંબઈથી અમદાવાદ જનારી ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી. જોકે તપાસમાં એજન્સીઓને કોઈપણ શંકાસ્પદ વસ્તુ નળી નહીં, જ્યાર બાદ મોડી રાત્રે વિમાનને રવાના કરી દેવામાં આવ્યું. પોલીસે ધમકીભર્યા ઇ-મેલ અત્યંત ગંભીરતાથી લીધા છે આ બાબતને લઈને તપાસ શરૂ થઈ ચૂકી છે.
ADVERTISEMENT
પહેલા પણ મળી ચૂકી છે ધમકી
આ પહેલાઆ મુંબઈ પોલીસનાં ટ્રાફિક કંટ્રોલ રમને પણ ધમકીભર્યા વોટ્સએપ મેસેજ આવતા હતા, જેમાં મુંબઈ શહેરને ધ્રુજાવી દેવાની વાત કહેવામાં આવી હતી. તે સમયે મેસેજમાં એમ કહેવામાં આવ્યું હતું કે મુંબઈમા આતંકવાદીઓ દાખલ થઈ ચૂક્યા છે, જે ભીડભાડવાળી જગ્યાઓને પોતાનો નિશાનો બનાવશે. આ વોટ્સએપ મેસેજને મુંબઈ પોલીસ ગંભીરતાથી લઈને તપાસ પણ શરૂ કરી હતી. ત્યાર બાદ આ મામલામાં એક વ્યક્તિને અરેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.
રાયગઢમા મળી હતી શંકાસ્પદ બોટ
મહારાષ્ટ્રનાં રાયગઢમા થોડા જ દિવસો પહેલા સમુદ્રમા શંકાસ્પદ બોટ મળી હતી, જેની અંદરથી જીલેટીનની લાકડીઓ પણ મળી આવી હતી. આ બોટ મળ્યા બાદ આખા રાજ્યમા હાઇ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું હતું. જોકે, તપાસ બાદ જાણ થઈ હતી કે આખરે આ બોટ કોનું છે અને આ રાયગઢનાં કિનારા પાસે કેવી રીતે પહોંચ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો