બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / mumbai a 10 year old girl died in a fire that broke out in a building at dadar police station compound dadar
Last Updated: 05:14 PM, 12 May 2019
મુંબઇના દાદરની એક બિલ્ડીંગમાં રવિવારે બપોરે અચાનક આગ લાગી ગઇ. બિલ્ડીંગમાં આગ એટલી ઝડપથી ફેલાઇ કે એક બાળકી એમાં ફસાઇ ગઇ, આ ઙટનામાં એનું મોત થઇ ગયું. ઘટનાની જાણ થતા પોલિસે મૉતદેહને કબ્જે લઇને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધી છે. આગ ઓલવવાનું કામ હજુ ચાલુ છે.
ADVERTISEMENT
જાણકારી અનુસાર મુંબઇ દાદરના દાર પોલિસ સ્ટેશન કમ્પાઉન્ડના એક બિલ્ડીંગમાં રવિવારે સવારે અચાનક આગ લાગી ગઇ, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. શરૂઆતની તપાસમા એવું જાણવા મળ્યું છે કે આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી છે.
ADVERTISEMENT
Mumbai: A 10-year-old girl died in a fire that broke out in a building at Dadar Police Station Compound, Dadar (West). #Maharashtra pic.twitter.com/qyIdwtMhva
— ANI (@ANI) May 12, 2019
જાણવા મળી રહ્યું છે કે આગ એટલી ઝડપી ફેલાઇ ગઇ કે બિલ્ડીંગમાં રહી રહેલા કેટલાક લોકો ત્યાં ફસાઇ ગયા. આગ લાગવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક લોકોને ગમે તેમ રીતે ત્યાં રહેતા લોકોને બહાર નિકાળ્યા. એ દરમિયાન એક દસ વર્ષની બાળકી આગની ચપેટમાં આવી અને એનું મોત થઇ ગયું.
પોલીસે બાળકીને તરત હોસ્પિટલમાં દાખલ કરી ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
BIG NEWS / બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસ સતર્ક
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.