બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Mulayam Singh Yadav, Zakir Hussain, KM Birla Among 106 Padma Award Recipients

પ્રજાસત્તાક દિવસ / પદ્મ પુરસ્કારોનું એલાન, મુલાયમ સિંહ યાદવને પદ્મ વિભૂષણ, ટોટલ 106 હસ્તીઓનું સન્માન

Hiralal

Last Updated: 10:47 PM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 106 પદ્મ પુરસ્કારોનું એલાન કર્યું છે જેમાં 3 કેટેગરીમાં એવોર્ડ અપાશે.

  • 2023માં 106 પદ્મ પુરસ્કારોનું એલાન
  • 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ, 91 પદ્મશ્રી થશે એનાયત 
  • દિલીપ મહાલાનોબિસ, મુલાયમ સિંહ, ઝાકિર હુસૈનને પદ્મ વિભૂષણ

રાષ્ટ્રપતિએ વર્ષ 2023 માટે 106 પદ્મ પુરસ્કારોની સૂચિને મંજૂરી આપી દીધી છે. આ યાદીમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. આ વખતે 19 એવોર્ડ વિજેતાઓ છે અને આ યાદીમાં રેનર્સ/એનઆરઆઈ/પીઆઈઓ/ઓસીઆઈની કેટેગરીમાં 2 વ્યક્તિઓ અને 7 મરણોત્તર એવોર્ડ વિજેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

6 હસ્તીઓને પદ્મ વિભૂષણ 
74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. સપાના દિવંગત નેતા મુલાયમ સિંહ યાદવ, સંગીતકાર ઝાકિર હુસૈન, દિવંગત દિલીપ મહાલાનોબિસ એસએમ કૃષ્ણા, શ્રીનિવાસ વર્ધન અને દિવંગત બાલકૃષ્ણ દોશીને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવશે.

પદ્મ ભૂષણ માટે 9 નામ પસંદ કરાયા
એસ એલ ભયરપ્પા, કુમાર મંગલમ બિરલા, દીપક ધર, વાણી જયરામ, સ્વામી ચિન્ના જિયાર, સુમન કલ્યાણપુર, કપિલ કપૂર, સુધા મૂર્તિ અને કમલેશ ડી પટેલને પદ્મ ભૂષણથી નવાજવામાં આવશે.

91 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ 
રાકેશ ઝુનઝુનવાલા (મરણોપરાંત), આરઆરઆર મ્યુઝિક કમ્પોઝર એમ.એમ.કેરાવાણી, અભિનેત્રી રવીના રવિના રવિ ટંડન સહિત 91 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો છે. 

1954થી દર પ્રજાસત્તાક દિવસે અપાય છે એવોર્ડ 
ઉલ્લેખનીય છે કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સામેલ છે. 1954થી દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આ એવોર્ડ કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા અને સામાજિક કાર્યના ક્ષેત્રની હસ્તીઓને આ એવોર્ડ અપાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ