બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / mukesh ambani will enter the health sector bidding for this us company gautam adani

બિઝનેસ / અદાણી બાદ હેલ્થ સેક્ટરમાં અંબાણીની એન્ટ્રી, USની આ કંપની માટે લગાવશે બોલી

Arohi

Last Updated: 02:26 PM, 10 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુકેશ અંબાણીના સ્વામિત્વ વાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને યુએસ બાયઆઉટ ફર્મ અપોલો ગ્લોબલ મેનેજમેન્ટનું કંસોર્ટિયમ વાલગ્રીન્સ બૂટ્સ એલાન્યસ  (Walgreens Boots Alliance) માટે બોલી લગાવવાના છે.

  • અંબાણી પણ હેલ્થ સેક્ટરમાં જોડાશે 
  • યુએસની આ કંપની ખરીદવાની ચર્ચા 
  • જાણો સમગ્ર ડિટેલ્સ 

ગૌતમ અદાણી બાદ મુકેશ અંબાણી હેલ્થ સેક્ટરમાં ઉતરવા જઈ રહ્યા છે. તે ટૂંક સમયમાં જ એક મોટી ડીલ પુરી કરી શકે છે. મુકેશ અંબાણીના સ્વામિત્વ વાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને યુએસ બાયઆઉટ ફર્મ અપોલો ગ્લોબલ મેનેજમેન્ટનું કંસોર્ટિયમ વાલગ્રીન્સ બૂટ્સ એલાન્યસ  (Walgreens Boots Alliance) માટે બોલી લગાવવાના છે. આ કંસોર્ટિયમ બૂટ્સ કંપનીના આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ અને ડ્રગસ્ટોર એકમોના અધિગ્રહણની બિલકુલ નજીક છે.

5 બિલિયન પાઉન્ડની છે વેલ્યુ 
એક રિપોર્ટ અનુસાર Walgreens Boots Allianceના અધિગ્રહણ માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. એક સૂત્રના હવાલે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રસ્તાવે વ્યાપારનું મુલ્ય 5 બિલિયન પાઉન્ડ રાખ્યું છે. ફંડિંગ માટે કંસોર્ટિયમ વૈશ્વિક નાણાકીય દિગ્ગજોની સાથે વાતચીત કરી રહ્યું હતું. જો આ સોદો પુરો થઈ જાય તો આ રિલાયન્સનું સૌથી મોટુ અધિગ્રહણ હશે. 

અબજપતિ ઈસ્સા બ્રધર્સ પીછેહટ કરશે 
રિલાયન્સ અપોલો કંસોર્ટિયમ માટે સંભાવનાઓ ત્યારે વધારે વધશે જ્યારે અબજપતિ ઈસ્સા બ્રધર્સ મોહસિન અને જુબેર ઈસ્સાએ તેના અધિગ્રહણ માટે પ્રસ્તાવને આગળ વધારવાના અનુરોધ પર રોક લગાવી દીધી છે. હવે એવુ માનવામાં આવી રહ્યું છે કે કંસોર્ટિયમથી આ કંપનીની ડીલ થવી લગભગ નક્કી છે. 

7 અબજ પાઉન્ડની ડિમાન્ડ 
આ મામલાને લઈને કહેવામાં આવી રહ્યું છે કે Walgreens, Boots લગભગ 7 બિલિયન પાઉન્ડની વેલ્યુએશન ડિમાન્ડ કરી રહ્યું છે. આ વ્યવસાય આખા યુકેમાં 2,200તી વધારે સ્ટોરોનું નેટવર્ક ચલાવે છે. સાથે જ ખાનગી લેબલ બ્રાન્ડ જેવા કે No7 બ્યૂટી કંપની અને અન્ય દેશોમાં સંચાલન કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવતા અઠવાડિયે સૌથી વધારે બોલી લગાવનારને પસંદ કરવામાં આવી શકે છે. 

અદાણીની મેટ્રોપોલિસ હેલ્થકેરમાં શેર ખરીદવાની તૈયારી 
અદાણી ગ્રુપના હેડ અને દેશના બીજા અમીર વ્યક્તિ ગૌતમ અદાણી મેટ્રોપોલિસ હેલ્થકેર (Metropolis Healthcare)માં ભાગીદારી ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. મિંટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેટ્રોપોલિસને ખરીદવા માટે અદાણી અને અપોલો ગ્રુપની વાતચીત ચાલી રહી છે અને આ ડીલ લગભગ 1 બિલિયન ડોલરની હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ