બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / MS University students deprived of education due to negligence of authorities

લોલમલોલ / શિક્ષણના ભોગે 'વિકાસ': MS યુનિ.ની આર્ટસ ફેકલ્ટીમાં 4 વર્ષથી રિનોવેશનનું કામ ચાલતા શિક્ષણકાર્ય બંધ, વિદ્યાર્થીઓને બેસવાની જગ્યા જ નથી

Dhruv

Last Updated: 02:28 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની MS યુનિવર્સિટીમાં શિક્ષણકાર્યને લઇ લોલમલોલ જોવા મળી રહ્યું છે. MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં સત્તાધીશોની બેદરકારીના કારણે હજુ સુધી શિક્ષણ કાર્ય શરૂ નથી થયું.

  • MS યુનિવર્સિટીમાં શિક્ષણકાર્યને લઇને લોલમલોલ
  • સત્તાધીશોની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત
  • 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ આર્ટસ ફેકલ્ટીમાં કરે છે અભ્યાસ 

MS યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ભવનનું 4 વર્ષથી ચાલી રહેલું રિનોવેશનનું કામ હજુ સુધી પૂર્ણ નથી થયું. જેના કારણે ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને બેસાડવાની કોઈ વ્યવસ્થા નથી. આ કામ દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું હતું. જેના 4 વર્ષ થવા છતાં કામગીરી હજુ પૂર્ણ થઇ નથી. જેથી આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થયું નથી. ઉલ્લેખનીય છે કે, MS યુનિવર્સિટીમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આથી, સત્તાધીશોની શિક્ષણ કાર્ય શરૂ કરવાની કોઈ પણ પ્રકારની મનછા નથી દેખાઈ રહી.

છેલ્લાં 4 વર્ષથી આર્ટસ ફેકલ્ટી ભવનનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે

તમને જણાવી દઇએ કે, દરેક વડોદરાવાસીઓની એવી ઇચ્છા હતી કે MS યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ભવનનું જલ્દીમાં જલ્દી રિનોવેશન થાય. પરંતુ સત્તાધીશોએ 4 વર્ષ પહેલાં રિનોવેશનનું કામ આપ્યું હતું જે કામ શરૂ તો થઇ ગયું પરંતુ સતત 4 વર્ષથી ચાલી રહેલું આ કામ હજુ સુધી પૂર્ણ ન થતા આર્ટ્સ ફેકલ્ટીના એકપણ વિદ્યાર્થીનો નવા વર્ષમાં અભ્યાસ શરૂ નથી થયો. છેલ્લા 4 વર્ષથી ક્લાસરૂમની બેન્ચ પણ વિદ્યાર્થીઓની આતુરતાથી રાહ જોઇ રહી હોય તેવું દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે.

અભ્યાસ માટેની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં પણ યુનિ.ના સત્તાધીશો ઉણા ઉતર્યા

જો કે, તંત્રએ વિદ્યાર્થીઓ માટેના અભ્યાસની તો વ્યવસ્થા નથી કરી પરંતુ તેના બદલામાં અભ્યાસ કરવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં પણ યુનિવર્સિટીના સત્તાધીશો ઉણા ઉતર્યા છે. જેના કારણે આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ શિક્ષણ વિના રઝળી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, માત્ર 2-3 વર્ષમાં આ કામ પૂરું કરવાનું હતું પરંતુ ચોથું વર્ષ શરૂ થઇ ગયું હોવા છતા રિનોવેશનનું કામ હજુ સુધી પૂર્ણ નથી થયું.

વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા બીજી ફેકલ્ટીમાં જવું પડે છે : વિદ્યાર્થી

આ અંગે વિદ્યાર્થીઓનું કહેવું છે કે, 'અમે ડિનને 2-3 વખત નોટિસ પણ આપી હતી કે તમે જલ્દી ક્લાસો શરૂ કરો. કારણ કે વિદ્યાર્થીઓને ખૂબ સમસ્યા ઉભી થાય છે. વિદ્યાર્થીઓએ અહીંથી બીજી ફેકલ્ટીમાં જઇને એક્ઝામ આપવા કે ક્લાસ એટેન્ડ કરવા જવું પડે છે.'

સળગતા સવાલ

  • દોઢ વર્ષમાં રિનોવેશન કરી દેવાના વાયદાનું શું થયું?
  • 4 વર્ષ થવા છતાં રિનોવેશન પૂર્ણ કેમ નથી થયું?
  • રિનોવેશન કામગીરી કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કેમ નથી  કરવામાં આવતી?
  • શું રિનોવેશનની કામગીરી કરનારા પર કોઈનો હાથ છે?
  • વિદ્યાર્થીઓ કોના પાપે શિક્ષણ નથી મેળવી શકતા?
  • વિદ્યાર્થીઓનું શિક્ષણ ખરાબ કરવાનો અધિકાર યુનિવર્સિટીને કોણે આપ્યો?
  • શું રિનોવેશન કામગીરી પૂર્ણ કરાવવામાં યુવિવર્સિટીની કોઈ જવાબદારી નથી?
  • શું વિદ્યાર્થીઓએ અભ્યાસ બગાડવા માટે MS યુનિવર્સિટીમાં એડમિશન લીધું?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ