વાહ ભઈ વાહ /
VIDEO : 'કંઈક નવું શીખવું છે', ધોનીએ શરુ કર્યુ ખેતી કરવાનું, ટ્રેક્ટર લઈને ફાર્મ ખેડતો દેખાયો
Team VTV10:44 PM, 08 Feb 23
| Updated: 10:49 PM, 08 Feb 23
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની રાંચી ફાર્મહાઉસમાં ટ્રેક્ટર લઈને ખેતર ખેડતો જોવા મળ્યો હતો.
દુનિયામાં સફળ રહેલા ધોનીને કંઈક નવું કરવું છે
રાંચી સ્થિત ફાર્મહાઉસમાં શરુ કરી ખેતી
ફળ અને શાકભાજી ઉગાડવા છે
જાતે ટ્રેક્ટર લઈને ફાર્મ ખેડવા લાગ્યો
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કર્યો પોસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજકાલ મોટાભાગનો સમય રાંચી સ્થિત પોતાના ફાર્મહાઉસમાં વિતાવી રહ્યો છે. તેણે છેલ્લાં બે વર્ષથી ઈન્સ્ટાગ્રામ પર કશું જ પોસ્ટ કર્યું નહોતું. હવે આખરે બે વર્ષ બાદ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ટ્રેક્ટરથી ખેતર ખેડતો જોવા મળી રહ્યો છે.
રાંચી ફાર્મહાઉસમાં ઉગાડી રહ્યો છે શાકભાજી અને ફળો
ધોની રાંચી સ્થિત પોતાના ફાર્મહાઉસમાં શાકભાજી અને ફળો ઉગાડી રહ્યો છે અને તેની કેટલીક તસવીરો અને વીડિયો ફેન્સ જોઈ ચૂક્યા છે. પરંતુ ધોનીને સોશિયલ મીડિયા પર ઓછા એક્ટિવ રહેવું ગમે છે, તેથી ગુરુવારે સાંજે જ્યારે તેણે બે વર્ષ બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો તો તે વાઈરલ થયો અને લાઈક્સ અને કોમેન્ટ્સથી છલકાઈ ગયો.
નવું શીખવું સારું લાગે છે, કામ પૂરું કરવામાં ઘણો સમય લાગ્યો-ધોની
વીડિયોમાં એમએસ ધોની ટ્રેક્ટર ચલાવીને ખેતર ખેડતો નજરે પડે છે. ધોનીએ પોતાની વીડિયો પોસ્ટની સાથે લખ્યું, કંઈક નવું શીખવું સારું લાગે છે. પરંતુ કામ પૂરું કરવામાં ઘણો સમય લાગ્યો. ધોની ટૂંક સમયમાં આઇપીએલ 2023માં ફરી એકવાર ક્રિકેટના મેદાન પર જોવા મળશે, જ્યાં તે ચેન્નાઇ સુપર કિંગ્સનું નેતૃત્વ કરશે.