રિપોર્ટસ મુજબ ધોનીની સાથે તેની પત્ની સાક્ષી પણ લંડન પહોંચી છે. બેશક, એમએસ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂક્યા છે. પરંતુ પ્રશંસકોના દિલમાં આજે પણ તેમનો આવો જ ક્રેઝ છે.
ધોનીની સાથે તેની પત્ની સાક્ષી પણ લંડન પહોંચી
સાક્ષીએ શેર કરતા જ તસ્વીર સો.મીડિયામાં છવાઈ
ધોની હસતા-હસતા પોતાના ચિર-પરિચિત અંદાજમાં દેખાયા
સાક્ષી ધોનીએ ધોનીની તસ્વીર કરી શેર
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યા છે. તેમના લંડન પહોંચ્યાની તસ્વીર પત્ની સાક્ષીએ શેર કરતા જ સોશિયલ મીડયામાં વાયરલ થઇ ગઇ છે. ધોનીના ચાહકોને પણ તેની એક ઝલક મેળવવાની તક મળી ગઇ. રિપોર્ટસ મુજબ, ધોનીની સાથે તેની પત્ની સાક્ષી પણ લંડનમાં પહોંચી છે. સાક્ષીએ ધોનીની તસ્વીરને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી. જેમાં ધોની હસતા-હસતા પોતાના ચિર-પરિચિત અંદાજમાં દેખાઈ રહ્યાં છે.
ધોનીએ વાદળી રંગનો શર્ટ પહેર્યો
પત્ની સાક્ષીની શેર કરેલી તસ્વીરમાં ધોનીએ વાદળી રંગનો શર્ટ, બ્લેક જીન્સ અને ડાર્ક બ્લૂ જેકેટ પહેરી રાખ્યું છે. આ તસ્વીર સોશિયલ મીડિયામાં આવ્યાં બાદ તેને વાયરલ થવામાં જરા પણ સમય થયો નથી. જે આ વાતનુ પ્રમાણ છે કે ધોનીએ ભલે ક્રિકેટ રમવાનુ છોડી દીધુ હોય પરંતુ ચાહકો હજુ તેની પર ઓળઘોળ છે. તેની ફેન ફૉલોઈંગ જરા પણ ઘટી નથી.
આખરે ધોની લંડન કેમ ગયા?
એમએસ ધોની લંડન કેમ ગયા છે, તે હજુ સ્પષ્ટ થયુ નથી. તેમના આગામી 41મા જન્મ દિવસને લઇને તેઓ લંડન ગયા છે, તેવુ પણ જોવામાં આવે છે. ધોનીનો 41મો જન્મ દિવસ 7 જુલાઈએ છે. આ ઉપરાંત એવુ મનાઈ રહ્યું છે કે તેઓ ઈંગ્લેન્ડ પોતાના ગોઠણની ઈજાની સારવાર કરાવવા ગયા છે. જો કે, હજી આ બાબત સ્પષ્ટ થઇ નથી.