મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઈએ પોતાનો જન્મ દિવસ મનાવી રહ્યાં છે. ક્રિકેટ પ્રેમીઓ તેમની વાતો અને કિસ્સાને યાદ કરી રહ્યાં છે. આવો એક કિસ્સો છે, જેમાં કેપ્ટન કૂલની સમજદારી ક્રિકેટના મેદાનથી ઘણી દૂર દેખાઈ અને અન્ય ખેલાડીઓને તેનો ફાયદો થયો.
આજે મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ દિવસ
વિજય હજારે ટ્રોફી દરમ્યાન ધોનીએ બતાવી સમજદારી
ભીષણ આગમાંથી ખેલાડીઓને બચાવી સુરક્ષિત બહાર કાઢ્યા
ખેલાડીઓનો હોટલ એરિયામાં નાશ્તો ચાલતો હતો અને ઘટી દુર્ઘટના
17 માર્ચ 2017. વિજય હજારે ટ્રોફી ચાલતી હતી, દિલ્હીમાં ઝારખંડની ટીમની મેચ થવાની હતી. બધા ખેલાડી દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેલ ફાઈવ સ્ટાર હોટલ ITC વેલકમમાં રોકાયેલા હતા. મેચમાં હજી પણ સમય હતો અને ખેલાડી હોટલ એરિયામાં જ નાશ્તો કરી રહ્યાં હતા ત્યારે એક દુર્ઘટના ઘટી.
મહેન્દ્ર સિંહ ધોનીએ બતાવી સમજદારી
હોટલના એક એરિયામાંથી ધૂમાડો ફેલાયો. ખબર પડી કે ભીષણ આગ લાગી છે. બધા ઉતાવળમાં આમતેમ ભાગવા લાગ્યા. ખેલાડી પણ પેનિક મોડમાં આવી ગયા. દરેક માણસ આમતેમ ભાગવાની તૈયારીમાં હતુ. પરંતુ ઝારખંડની ટીમમાં રહેલ એક ખેલાડીએ સમજદારી બતાવી અને બધાને શાંત રહેવા માટે જણાવ્યું. ખેલાડીનો મેસેજ એવો હતો કે પોતાના ફોન અને સામાનની ચિંતા ના કરો, આરામથી ગભરાયા વગર બહાર નિકળવાના પ્રયાસ કરો. પછી આ ખેલાડીએ એક-એક કરીને બધાને બહાર કાઢવામાં મદદ કરી. થોડા સમયમાં બધા ખેલાડી ડેન્જર એરિયામાંથી બહાર આવી ગયા. હોટલમાં આગ બુઝાવવાનુ કામ પણ ચાલુ હતુ.
ખેલાડીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા
ખેલાડીનુ નામ હતુ. મહેન્દ્ર સિંહ ધોની. જે 2017માં વિજય હજારે ટ્રોફી રમવા માટે યુવા ખેલાડીઓની સાથે ઉપસ્થિત રહ્યો હતો. અહીં કેપ્ટન કૂલનુ ક્રિકેટવાળું મગજ નહીં પરંતુ ફોજીનુ મગજ કામ કરી રહ્યું હતુ. લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની જે ટેરિટોરિયલ આર્મીની 106 પેરાશૂટ રેજિમેન્ટની ટ્રેનિંગ લઇ ચૂક્યા હતા. દિલ્હીના હોટલની ઘટનાને મહેન્દ્ર સિંહ ધોનીએ ગૌરવ સાથે પોતાના મિત્ર કર્નલ શંકરને જણાવી. કારણકે ફોજી ધોની માટે આ મોટી વસ્તુ હતી. કારણકે તેમણે એક રિયલ લાઈફ સિચ્યુએશનમાં કઈક એવુ કર્યુ હતુ જે કદાચ એક ફોજીએ જ કર્યુ હોત. કર્નલ શંકર જણાવે છે કે જ્યારે ધોની અને તેના સાથી આગવાળી જગ્યામાંથી નિકળવા માટે બેસમેન્ટ પહોંચ્યા ત્યારે ત્યાં સિગ્નલ આવી રહ્યાં નહોતા. તો ત્યા કોઈએ પૂછ્યુ કે હવે અહીંથી બહાર કેવીરીતે નિકળીશુ ત્યારે એમએસ ધોનીના મગજે કામ કર્યુ અને લોકોને ત્યાંથી સુરક્ષિત કાઢવામાં આવ્યાં.