મોંઢામાં પડેલા ચાંદાથી લોકો હંમેશા પરેશાન રહે છે. આ બિમારીના ઘણા કારણ હોઇ શકે છે. આ એલર્જી, હોર્મોન્સમાં ફેરફાર, પેટના ઈન્ફેક્શનથી થઇ શકે છે. એટલું જ નહીં, દાંતથી મોંઢાની અંદર ખંજવાળ આવવી અથવા કોઈ કારણોસર ગાલ કાપવાથી પણ મોંઢામાં ચાંદા પડી જાય છે.
શું તમે મોંઢાના ચાંદાથી પરેશાન છો?
મોંઢાના ચાંદા પડવા પાછળ ઘણા કારણો છે જવાબદાર
સમસ્યામાંથી છૂટકારો મેળવવા અપનાવો ઘરગથ્થુ ઉપચાર
મોંઢાના ચાંદાથી જીવવાનું થયુ મુશ્કેલ
કેટલાંક ઘરગથ્થુ ઉપાયોની મદદથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. મોંઢામાં ચાંદા પડવાથી ખાવા-પીવામાં વધુ પરેશાની થાય છે. આ ચાંદાને તબીબી ભાષામાં કેન્કર સોર પણ કહેવામાં આવે છે. આ ચાંદા ક્યારેક-ક્યારેક જીવવાનુ પણ મુશ્કેલ કરી નાખે છે. જો કે, આ મોટાભાગે ઓછા સમય માટે રહે છે, પરંતુ તેમ છતાં ખૂબ તકલીફ આપે છે. જો ચાંદાની સાથે-સાથે તાવ પણ આવે છે તો સારું થવામાં 3 અઠવાડિયાનો સમય લાગે છે. જો ખાવાનુ ગળેથી ઉતારવામાં પરેશાની થાય છે તો તમે ડૉકટરને મળી શકો છો.
અપનાવો આ ઘરેલુ ઉપાય
મોંઢાના ચાંદા મોટાભાગે આપોઆપ ઠીક થાય છે અને તેના માટે કોઈ સારવારની પણ જરૂર પડતી નથી. પરંતુ દુ:ખાવામાંથી આરામ મેળવવા અને જલ્દી સાજા થવા માટે તમે ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકો છો.
તુલસીના પાન
તુલસીના પાન દરેક ઘરમાં મળી જાય છે. આ સરળતાથી મળી જાય છે. તુલસી અત્યંત લાભદાયી છે. આ વાતાવરણ સિવાય તમારા શરીર માટે રામબાણ છે. જેનાથી અનેક બિમારીઓની સારવાર કરી શકાય છે. તુલસીમાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ પણ હોય છે. તેથી તેના પાનને દિવસમાં બે-ચાર-પાંચ વખત ખાવાથી મોંઢાના ચાંદા મટી જાય છે.
ખસખસ
આ સિવાય એક ચમચી સવારે ભૂખ્યા પેટે ખસખસને ગરમ પાણીની સાથે લેવાથી મોંઢાના ચાંદા તરત મટી જાય છે અને તાત્કાલિક આરામ મળે છે.
નારિયેળ તેલ
નારિયેળ તેલથી મોંઢાના ચાંદાને તરત મટાડી શકાય છે. નારિયેળ તેલને પાણીની સાથે મિલાવીને તેનુ સેવન કરો. આ પેટને ઠંડુ રાખે છે અને મોંઢાના ચાંદાને તરત મટાડે છે.