બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / most common mistakes in puja that never fulfill your wish know about that

આસ્થા / પૂજામાં આ 5 ભૂલોના કારણે ક્યારેય પુરી નથી થતી તમારી મનોકામના! નિયમોનો અનાદર પડી શકે છે ભારે

Arohi

Last Updated: 05:05 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે નિયમોની અવગણના કરો છો તો પુણ્યને બદલે પાપનો ભાગીદાર બનવું પડે છે.

  • દેવી-દેવતાઓની પૂજા વખતે ન કરો આ ભૂલો 
  • નિયમોની અવગણના બનાવે છે પાપમાં ભાગીદાર
  • પૂજામાં આ 5 મોટી ભૂલોથી બચો 

હિંદુ ધર્મમાં કોઈ પણ દેવી-દેવતાની પૂજા માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે. જે ભગવાનની સાધનાને સફળ બનાવવા અને તેમની પાસેથી ઈચ્છિત આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે લોકો આ નિયમોની અવગણના કરે છે. તેઓને વર્ષોની પૂજા પછી પણ પૂજાનું ફળ મળતું નથી. 

પૂજા સાથે જોડાયેલા નિયમોની અવગણના કરવાથી ઈચ્છાઓ અધૂરી રહે છે સાથે જ ખોટી રીતે પૂજા કરવા બદલ તેઓ પાપમાં પણ ભાગીદાર બને છે. જો તમને લાગે છે કે તમે જે પૂજા કરો છો તેનું સંપૂર્ણ પરિણામ નથી મળી રહ્યું, તો તમારે આ લેખમાં જણાવેલા મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ.

ઈશ્વરની પૂજાના 5 જરૂરી નિયમ 
કળશ અને દિવાનું રાખો ધ્યાન

વાસ્તુ અનુસાર કોઈપણ દેવી-દેવતાની પૂજા કરતી વખતે, દીવો અને પાણીનું કળશ ભૂલથી પણ સાથે કે નજીક ન રાખવા જોઈએ. વાસ્તુ અનુસાર પૂજા માટે ઉપયોગમાં લેવાતા જળના કળશને અથવા પાત્રને હંમેશા ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન કોણ તરફ રાખવો જોઈએ અને દેવી-દેવતાઓ માટે પ્રગટાવવામાં આવતો દીવો હંમેશા દક્ષિણ-પૂર્વ દિશા એટલે કે અગ્નિ કોણ તરફ રાખવો જોઈએ.

વાસી ફૂલ ના ચઢાવો 
ભગવાનની પૂજા કરતી વખતે વપરાયેલા અથવા વાસી ફૂલ ક્યારેય ન ચઢાવવા જોઈએ. દેવી-દેવતાઓની પૂજામાં હંમેશા ફ્રેશ ફૂલ ચઢાવવા જોઈએ. સાથે જ કોઈ પણ દેવી દેવતાઓ પૂજામાં એ પુષ્પોને ભૂલથી પણ ન ચઢાવવા જોઈએ તેને ચઢાવવાની મનાઈ હોય છે. 

પૂજામાં આસન લઈને બેસો 
હિન્દુ ધર્મમાં કોઈપણ દેવી-દેવતાની પૂજામાં આસનનું ખૂબ મહત્વ છે. ભગવાનની પૂજામાં હંમેશા દેવી-દેવતા અથવા નવગ્રહ સાથે જોડાયેલા રંગનું આસન હંમેશા વાપરવું જોઈએ. માનવામાં આવે છે કે આસન વગર જમીન પર બેસીને પૂજા કરનારને તેનું ફળ નથી મળતું. તેવી જ રીતે માથુ હંમેશા ઢાંકીને જ પૂજા કરવી જોઈએ. 

અભિમાન કે ગૌરવ ન લેવું 
ભગવાન માટે કરવામાં આવતી પૂજામાં ક્યારેય અભિમાન કે ગૌરવ ન લેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવી-દેવતાઓની પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું અભિમાન અને પ્રદર્શન કરવાથી તેનું ફળ મળતું નથી. ભગવાનની પૂજા હંમેશા એકાંતમાં અને શુદ્ધ મનથી કરવી જોઈએ.

શાંત અને શુદ્ધ મનથી કરો પૂજા 
ભગવાનની પૂજાનો સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે તે હંમેશા શાંત અને શુદ્ધ મનથી કરવી જોઈએ. ભગવાનની પૂજા કરતી વખતે ક્યારેય પણ આમ તેમનની વાતો ન કરો અને ન તો ક્રોધ કરો. એવી માન્યતા છે કે ભગવાનની પૂજા કરતી વખતે મનમાં ખોટી ભાવનાઓ લાવવાથી તેનું ફળ મળતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ