બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / mosque colour made Orange before pm modi visit to inaugrate kashi vishwanath corridor

UP / PM મોદીની વારાણસી મુલાકાત અગાઉ મસ્જિદને કેસરિયા રંગે રંગી દેવામાં આવતા મચ્યો હોબાળો, જાણો શું છે મામલો

ParthB

Last Updated: 10:59 AM, 7 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન એક મસ્જિદનો રંગ પણ બદલીને કેસરી કરવામાં આવ્યો છે. હવે આ અંગે મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

  • વારાણસીની ઈમારતોને કેસરીયા રંગ લગાવવામાં આવી રહ્યો છે. 
  • બુલાનાલા મસ્જિદને કેસરી રંગથી રંગી કાઢવામાં આવી છે. 
  • મુસ્લિમ સમુદાયનો આરોપ છે કે, આ રંગ પૂછ્યાં વગર જ લગાવ્યો છે. 

મુસ્લિમ સમુદાયે વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી પર તાનાશાહીનો આરોપ લગાવ્યો

તમને જણાવી દઈએ કે મુસ્લિમ સમુદાયે વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી પર તાનાશાહી હોવાનો આરોપ લગાવ્યો છે. એક તરફ જ્યારે વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી એકરૂપતા લાવવાનો દાવો કરી રહી છે, ત્યારે લોકોનો આરોપ છે કે તેમને પૂછ્યા વગર જ ઈમારતોને રંગવામાં આવી રહી છે.

તંત્રએ રાતો રાત  કેસરી રંગ કરી દેતાં મસ્જિદ સાથે જોડાયેલા લોકોમાં ભારે રોષ

ઉલ્લેખનીય છે કે, બુલાનાલા વિસ્તારમાં રોડની બાજુમાં એક ખૂબ જ જૂની મસ્જિદ છે, જેને બુલાનાલા મસ્જિદ પણ કહેવામાં આવે છે. પહેલા તેનો રંગ સફેદ હતો. જો કે, હવે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે સત્તાવાળાઓએ રાતોરાત આછો  કેસરી રંગ રંગી દીધો. આ કારણે મસ્જિદ સાથે જોડાયેલા લોકોમાં ભારે રોષ છે અને તેઓ તેને મનસ્વી અને તાનાશાહી વલણ ગણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ મસ્જિદની દેખરેખ કરનાર અંજુમન એરેન્જમેન્ટ્સ મસાજિદ કમિટીના મોહમ્મદ એજાઝ ઈસ્લાહીએ જણાવ્યું હતું કે, 'તેમની મસ્જિદનો રંગ રાતોરાત બદલાઈ ગયો હતો. જો કંઈ કરવું જ હતું તો અગાઉ એક વાર વાત કરવી જોઈતી હતી. તેમણે આગળ કહ્યું, 'આ મનસ્વી અને સરમુખત્યાર છે. પહેલા તેમની મસ્જિદ સફેદ રંગની હતી જે હવે કેસરી રંગ જેવી થઈ ગઈ છે.

લોકોમાં ઘણી નારાજગી છે, પરંતુ વાતાવરણ એવું છે કે કંઈ બોલી શકાતું નથી.

આ સાથે તેમણે જણાવ્યું કે તેમણે આના પર વાંધો પણ ઉઠાવ્યો છે અને ડીએમને મળવાનો પ્રયાસ પણ કર્યો છે, પરંતુ મીટિંગ થઈ નથી. આ સાથે કાશી વિશ્વનાથ મંદિર કાર્યાલયમાં પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે આ રંગ ખોટો છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં અમે તેને પહેલાની જેમ સફેદ બનાવીશું અને તેની સમિતિ તેનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.જે નુકસાન થશે તે પોતે જ ચૂકવશે. આ સિવાય તેણે કહ્યું કે આ કૃત્યને લઈને તે લોકોમાં ઘણી નારાજગી છે, પરંતુ વાતાવરણ એવું છે કે કંઈ બોલી શકાતું નથી. પીએમ મોદી કોરિડોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે અને એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તમામ લોકો તેમની સાથે છે પરંતુ એવું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ