બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / More than 30 dead, many injured in landslide in Colombia, search operation started

BIG NEWS / કોલમ્બિયામાં ભૂસ્ખલન થતાં 30થી વધુ લોકોનાં મોત, અનેક ઘાયલ, સર્ચ ઓપરેશન શરૂ

Megha

Last Updated: 09:38 AM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલંબિયામાં ભૂસ્ખલનને કારણે એક બસ અને અન્ય વાહનો તેમાં દટાઈ જવાની ઘટના બની. દુર્ઘટનામાં અત્યાર સુધી 3 લોકોના મોત થયાનું સામે આવ્યું.

  • કોલંબિયામાં ભૂસ્ખલનને કારણે એક બસ અને અન્ય વાહનો તેમાં દટાયા 
  • અત્યાર સુધીમાં અમને 3 સગીર સહિત 33 મૃતદેહ મળ્યા છે
  • 'ડ્રાઇવરે બસ બચાવવાનો પ્રયાસ કર્યો હતો'

કોલંબિયાના રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે અને એ ભૂસ્ખલનને કારણે એક બસ અને અન્ય વાહનો તેમાં દટાઈ ગયાનું સામે આવ્યું છે. મળતી જાણકારી અનુસાર તેમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે. સાથે જ સોમવારે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની સાથે છે. 

જણાવી દઈએ કે કોલંબિયાના ગૃહ પ્રધાન અલ્ફોન્સો પ્રાડાએ આ ઘટના વિશે કહ્યું હતું કે 'આ ઘટનાથી અમે બધા ખૂબ જ દુઃખી છીએ અને અત્યાર સુધીમાં અમને 3 સગીર સહિત 33 મૃતદેહ મળ્યા છે. આ સિવાય 9 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે. '

કોલંબિયાની રાજધાની બોગોટાથી લગભગ 230 કિમી દૂર કોફી ઉત્પાદન માટે પ્રખ્યાત કોલંબિયાના પર્વતીય પ્રદેશમાં પ્યુબ્લો રિકો અને સાન્ટા સેસિલિયા ગામો વચ્ચે મુસાફરી કરતાં સમયે રવિવારે ભૂસ્ખલનમાં એક બસ સહિત અનેક વાહનો દટાયા હતા. 

'ડ્રાઇવરે બસ બચાવવાનો પ્રયાસ કર્યો હતો'
ભૂસ્ખલનમાં દટાયેલી બસ કોલંબિયાના ત્રીજા સૌથી મોટા શહેર કૈલી અને કોન્ડાટો નગર પાલિકાના વચ્ચેના રસ્તા પર હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમાં લગભગ 25 મુસાફરો સવાર હતા અને અકસ્માતમાં બચી ગયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે કાટમાળ નીચે આવી રહ્યો હતો ત્યારે ડ્રાઇવરે બસને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યા હતા બસ અને તેનાથી થોડી પાછળ હતી. રેડિયો સ્ટેશન સાથે વાત કરતા વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે અકસ્માત થયો ત્યારે પણ ડ્રાઈવર બસને પાછળ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જણાવી દઈએ કે આ ઘટનામાં ઘાયલ 5 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

છેલ્લા 15 મહિનામાં 271ના મોત થયા 
કોલંબિયાના નેશનલ યુનિટ ફોર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ (UNGRD) એ અનુમાન લગાવ્યું છે કે ઓગસ્ટ 2021 થી આ વર્ષના નવેમ્બર વચ્ચે, લા નીના ક્ષેત્રમાં ઇમરજન્સી ઘટનાઓથી આશરે 271 લોકોના મોત થયા છે અને  743,337 ની અસરગ્રસ્ત વસ્તીમાંથી અન્ય 348 લોકો ઘાયલ થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ