બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 03:12 PM, 17 May 2019
ADVERTISEMENT
ગયા મહીને પ્રશાસનને શહેરની બહારનાં ભાગનાં 18 બાળકોને એચઆઇવી પોઝીટિવ થવાની સૂચના મળી હતી. ત્યાર બાદ વ્યાપક સ્તર પર તપાસ થઇ અને ડૉક્ટરનું કારસ્તાન સામે આવ્યું. સ્વાસ્થ્ય અધિકારીનું કહેવું એમ છે કે 400થી અધિક લોકો એચઆઇવી પોઝિટીવ જોવા મળ્યાં છે.
ADVERTISEMENT
આમાંથી મોટા ભાગનાં લોકો બાળકો છે. તજજ્ઞોનું કહેવું એમ છે કે પાકિસ્તાનમાં આ સંખ્યા હજી વધી શકે તેવી સંભાવના છે. આ ગરીબ ગામનાં લોકો ખૂબ ડરેલા છે અને ગુસ્સામાં પણ છે. અધિકારીઓનું કહેવું એમ છે કે આ ઘટના સ્થાનીય બાળ રોગ ચિકિસ્તકીયની લાપરવાહીને કારણ થયેલ છે.
અહીંનાં ડૉક્ટરોનું કહેવું એમ છે કે ડઝનની સંખ્યામાં લોકો તેમની પાસે સારવાર માટે આવતા હોય છે. તેમની સારવાર માટે કર્મીઓ અને ઉપકરણોની પણ ઉણપ છે. અહીં પોતાનાં બાળકોથી લઇને પહોંચી રહેલ માતા-પિતા ખૂબ ડરેલાં છે. અનેકનો ડર તો હકીકતમાં પણ બદલી રહ્યો છે. હેરાનની વાત તો એ છે કે એક વર્ષનાં બાળકો પણ આ બીમારીની ઝપેટમાં આવી ગયા છે. લોકો તે ડૉક્ટરને ખૂબ જ ખરીખોટી કહી રહ્યાં છે. જે કારણોસર બાળકોને આ બીમારી થઇ છે.
અહીં રહેનારી ઇમામ જાદીનાં પુત્રને એચઆઇવી થઇ ગયો. જ્યાર બાદ તેઓ પોતાનાં ઘરનાં તમામ બાળકોને તપાસ માટે લાવેલ છે. તેમનો સંપૂર્ણ પરિવાર ડરેલો છે. ગરીબ દેશ પાકિસ્તાનમાં લોકો આ બીમારીને લઇને અધિક જાગરૂક નથી. આ સાથે જ અહીં આની સારવાર પણ આસાનીથી નથી મળી શકતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.