બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Morbi mega rescue operation Fire, Army, NDRF hospital staff and Red Cross also struggle

કામગીરી / મોરબી મેગા રેસ્ક્યૂ ઓપરેશન: ફાયર, આર્મી, NDRFએ જીવની બાજી લગાવી તનતોડ મહેનત કરી, હોસ્પિટલ સ્ટાફ અને રેડ ક્રોસ પણ ખડેપગે

Kishor

Last Updated: 07:22 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યૂ દરમિયાન ફાયર, આર્મી, NDRFના જવાનોઓ સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યો અને વોલિએન્ટર પણ ખડેપગે રહ્યાં હતા.

  • મોરબીમાં બ્રિજ દુર્ઘટના મામલો
  • બચાવકાર્યમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યો-વોલિએન્ટર રહ્યાં ખડેપગે 
  • અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટથી કરાઇ રક્તની વ્યવસ્થા

મોરબીમાં બ્રિજ દુર્ઘટના બાદ તાબડતોબ તંત્ર દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.  તંત્ર સહીત મોરબીની સામાજિક સંસ્થા અને સ્થાનિક લોકોએ પણ સાથી હાથ બઢાનાની માફક રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા હતા. આ દરમિયાન મહામૂલી માનવ જિંદગી બચાવવામાં રેડ ક્રોસ સોસાયટીની ટીમે પણ યશસ્વી કામગીરી કરી હતી.

પ્રાથમિક 200 થી વધુ યુનિટ બ્લડની વ્યવસ્થા કરાઇ
રેડ ક્રોસ સોસાયટીના તુષારભાઈ VTV ન્યૂઝ સાથેની વાતચિતમાં જણાવ્યું કે મોરબીમાં બ્રિજ દુર્ઘટનાને લઇને સૌથી વધુ જરૂરિયાત રકતની પડી હતી. જે અંગે મોરબીના ટીમ મેમ્બરે જાણ કરી હતી. આથી અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ સહીતના બ્લડબેન્કમાંથી 200 થી વધુ યુનિટ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી. વધુમાં મોરબીમાં પણ રેડ ક્રોસ સોસાયટીના 60 જેટલા વૉલેન્ટીયરે રક્ત એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યાંરબાદ અસરગ્રસ્તોને બચાવવા અને ટ્રેનિંગ મેળવેલ કાર્યકરોએ પ્રાથમિક આરોગ્યની સારવાર પણ આપી હતી.

રેડ ક્રોસ સોસાયટીના સભ્યો અને વોલ્યુન્ટર ખડેપગે 
મોરબીમાં બ્રિજ દુર્ઘટના બાદ પ્રાથમિકતા ઘાયલ લોકોને કોઇ પણ ભોગે રેસ્ક્યૂ કરી તેમને સારવાર આપી જીવ બચાવવાની હતી. ત્યારબાદ  મોટી સંખ્યામાં ઇજાગ્રસ્ત લોકોને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ દરમિયાન ફાયર, આર્મી, NDRFના જવાનોની મહત્વની ભૂમિકા રહેતી હોય છે  પરંતુ જેમ રેસ્ક્યૂ કરનાર કર્મચારીઓ સ્ટેન્ડ ટૂ હતા તેમ જ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યો અને વોલ્યુન્ટર પણ ખડેપગે રહ્યાં હતા, દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે લોહીની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી અને લોહીની અછત સર્જાઇ હતી.  જેના પગલે અધિકારીઓ અને સંસ્થાઓએ તાબડતોડ વ્યવસ્થા કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ