બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / monsoon is likely to start between June 15 and 20 In Gujarat weather news
Dhruv
Last Updated: 03:11 PM, 29 May 2022
ADVERTISEMENT
ઉનાળાની ગરમી વચ્ચે રાજ્યમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી જોવા મળી રહેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'ગુજરાતમાં ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીથી વાતાવરણમાં પલટો આવશે. લોકોને ગરમીથી રાહત મળશે પરંતુ ઉકળાટ યથાવત રહેશે.' હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે. તેમજ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરી છે. આ સાથે પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે.
ADVERTISEMENT
ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે
બીજી બાજુ તાજેતરમાં જ ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં કહેવાયું કે, કેરળમાં 3 દિવસ પહેલાં ચોમાસું બેસશે. આજથી કેરળમાં ચોમાસાએ પ્રવેશ કરી દીધો. સત્તાવાર રીતે હવામાન વિભાગની ચોમાસાને લઈ મહત્વની જાહેરાત કરાઇ છે. ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે.
રાજ્યના 10 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી નીચે ચાલ્યું ગયું
હવામાન વિભાગે જણાવ્યું કે, 'નૈઋત્યનું ચોમાસું કેરળથી માત્ર 2થી 3 દિવસ જ દૂર છે. જ્યાર બાદ ચોમાસાનું આગમન થશે અને ગુજરાત તરફ પ્રયાણ કરશે. આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. 10 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી નીચે ચાલ્યું ગયું છે. માત્ર ચાર શહેરોમાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને પાર છે. જ્યારે અમદાવાદમાં આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ક્યારેક તડકો આવે તો ક્યારેક તડકો ચાલ્યો જાય છે.
ગુજરાતમાં 15 જૂનથી નિયમિત ચોમાસું શરૂ થવાની સંભાવના: અંબાલાલ
ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગઇ કાલે વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલની આગાહી અનુસાર, તારીખ 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ સાથે ગુજરાતમાં 15 જૂનથી નિયમિત ચોમાસું શરૂ થવાની સંભાવના છે. 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં 40 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. સાથે જૂન મહિનામાં ગુજરાતના કેટલાભ ભાગોમાં 6 ઈંચ વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. ઉપરાંત જુલાઈ મહિનામાં 12 ઈંચ વરસાદ થવાની શક્યતા છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટ મહિના દરમિયાન 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.