બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / monkeypox new cases guidelines issued contact tracing and 21 days isolation

મહામારી / મંકિપોક્સ ગાઈડલાઈન્સ : કોન્ટેક્ટ ટ્રેસિંગ અને 21 દિવસનું આઈસોલેશન, સરકારે કહ્યું- ડરતા નહીં

Hiralal

Last Updated: 08:32 PM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં મંકિપોક્સના કેસ વધતા હવે સરકાર એક્શનમા આવી છે અને તે સંબંધિત એક ગાઈડલાઈન બહાર પાડીને લોકોને ખાસ સલાહ આપી છે.

  • દેશમાં મંકિપોક્સના કેસ વધતા સરકાર એક્શનમાં
  • મંકિપોક્સને લઈને ગાઈડલાઈન બહાર પડાઈ
  • કોન્ટેક્ટ ટ્રેસિંગ અને 21 દિવસના આઈસોલેશનની જોગવાઈ
  • નીતિ આયોગના સભ્યે કહ્યું- ડરવાની જરુર નથી, પરિસ્થિતિ કન્ટ્રોલમાં

ભારતમા મંકિપોક્સનો ખતરો સર્જાયો છે હાલમાં ચાર કેસ છે ત્યારે હવે તેનો વધારો ફેલાતો અટકાવવા માટે સરકારે એક ગાઈડલાઈન બહાર પાડીને લોકોને ડરવાનું નહીં પરંતુ સચેત રહેવાનું જણાવ્યું છે. નીતિ આયોગના સભ્ય વીકે પૌલે કહ્યું કે ડરવાની જરુર નથી કારણ કે સરકાર મંકિપોક્સને નાથવા માટે પૂરતા પગલાં ભરી રહી છે. 

મંકિપોક્સની ગાઈડલાઈન
સરકારે મંકિપોક્સને લઈને એક ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં લોકોને વિશેષ સાવધાની રાખવાની સલાહ અપાઈ છે. ગાઈડલાઈનમાં રાજ્યોને કોન્ટેક્ટ ટ્રેસિંગનું તથા મંકિપોક્સના દર્દી માટે 21 દિવસના આઈસોલેશનનું કહેવામાં આવ્યું છે. 

દેશમાં મંકિપોક્સના 4 કેસ
70થી વધુ દેશોમાં ફેલાયેલો મંકિપોક્સ હવે ભારતમાં પણ આવી ચૂક્યો છે અને હાલમાં દેશમાં મંકિપોક્સના 4 કેસ છે જેમાં 3 કેરળ એક દિલ્હી અને એક તમિલનાડુમાં છે. ત્યારે હવે મંકિપોક્સનો વધારે ફેલાવો અટકાવવા માટે સરકારે લોકોને એક મોટી અપીલ કરી છે.

કોઈનામાં મંકિપોક્સના લક્ષણો હોય તો તપાસ કરાવે 
નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પૌલે લોકોને એવું જણાવ્યું કે જો  કોઈનામાં મંકિપોક્સના લક્ષણો હોય તો તેવા લોકોએ સામે ચાલીને આગળ આવીને તપાસ કરાવવી જોઈએ. તેમણે કહ્યું કે ડરવા અને ચિંતા કરવા જેવું કશું નથી. 

પરિસ્થિતિ કન્ટ્રોલમાં, ડરવાની કોઈ જરુર નથી
તેમણે કહ્યું કે હાલમાં ભારતમાં મંકિપોક્સના ચાર કેસ છે. તેમણે કહ્યું કે સરકારે ઘણા પગલાં લીધા છે. એરપોર્ટ પર તપાસ કરાઈ રહી છે. 15 લેબોરટરી સ્થાપિત કરવામાં આવી છે અને હાલમાં પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે અને ડરવાની કોઈ જરુર નથી. 

દેશમાં મંકીપોક્સના કુલ 4 કેસ 
દિલ્હીમાં એક કેસ મળ્યા બાદ હવે દેશમાં કુલ મંકીપોક્સના કેસ ચાર થઈ ગયા છે. ત્રણ કેસ દક્ષિણ રાજ્ય કેરળમાં 3 અને એક કેસ દિલ્હીમાં છે. જોકે રાહતની વાત એ છે કે ચાર દર્દીઓની તબિયત સ્થિર છે પરંતુ તેનો ફેલાવો થઈ શકે છે. 

મંકીપોક્સને લઈને હાઈ લેવલની મીટિંગ
મંકીપોક્સનો ખતરો જોતા કેન્દ્ર સરકારે 3 દિવસ પહેલા બિહાર સરકારને એલર્ટ જાહેર કર્યું હતું. બિહાર સરકાર પર તૈયારીમાં લાગી ગયુ છે. રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો પણ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. મંગલ પાંડેએ કહ્યું કે, તમામ જિલ્લાના સિવિલ સર્જન અને મેડિકલ કોલેજના સુપરિટેંડેટની સાથે બેઠક કરીને ગાઈડલાઈનનું પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ