બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / monalisa is attacked with custard pie by man disguised as elderly woman

પબ્લિસિટી સ્ટંટ / વિશ્વ વિખ્યાત પેન્ટીંગ મોનાલિસા પર હુમલો: મહિલાના વેશમાં આવેલા શખ્સે આ કારણે કરી રહ્યો છે વિરોધ

Pravin

Last Updated: 12:00 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાનું સૌથી રહસ્યમય, મોંધુ અને ચર્ચિત તસ્વીર મોનાલિસા પર ફ્રાંસની રાજધાની પેરિસમાં એક દર્શકે હુમલો કરી દીધો છે.

  • દુનિયાના સૌથી મોંઘા પેન્ટીંગ પર હુમલો
  • પર્યાવરણવાદી કાર્યકર્તાએ પેન્ટીંગ પર કર્યો હુમલો
  • આ કારણે કરી રહ્યો છે વિરોધ

 

દુનિયાનું સૌથી રહસ્યમય, મોંધુ અને ચર્ચિત તસ્વીર મોનાલિસા પર ફ્રાંસની રાજધાની પેરિસમાં એક દર્શકે હુમલો કરી દીધો છે. હુમલાખોરે આ પેટીંગને પહેલા કેકથી લીપી નાખ્યું અને ત્યાર બાદ આ તસ્વીરને સુરક્ષિત રાખવા માટે લગાવેલા કાચ તોડવાની કોશિશ કરી હતી. આ અચાનક થયેલા હુમલામાં પેન્ટીંગને કોઈ નુકસાન થયું નથી. કહેવાય છે એ કે, પર્યાવરણના નામ પર પબ્લિસિટી સ્ટંટ કરવા માટે આરોપીએ આ હુમલો કર્યો હતો.

આરોપીની ઓળખાણ થઈ શકી નથી

પેરિસની ફરિયાદીની ઓફિસે જણાવ્યું હતું કે, સોમવારે એક 36 વર્ષિય વ્યક્તિને રવિવારે થયેલી આ ઘટનામાં ધરપકડ કરવામાં આવ્યો છે. તેને પોલીસે મનોરોગ યુનિટ પાસે મોકલી દીધો છે. સાંસ્કૃતિક કલાકૃતિને નુકસાન પહોંચાડવાના આરોપમાં તપાસ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ વગ પહેરીને વ્હીલ ચેર પર બેસીને ત્યાં આવે છે અને તેના લિપસ્ટિક લગાવી રાખી છે. 

લોકો ધરતીને બરબાદ કરવાની પ્રક્રિયામાં લાગેલા છે

આરોપી વ્યક્તિએ મ્યૂઝિમયની ગેલરીમાં ગુલાના ફુલ પણ ફેંક્યા હતા. આરોપીની ઓળખાણ હજૂ સુધી થઈ શકી નથી. હુમલાખોર પહેલા પોતાની જાતને એક વૃદ્ધ મહિલા દેખાડવાની કોશિશ કરી અને બાદમાં અચાનક વ્હિલચેર પર ઉભો થઈ ગયો. ત્યાર બાદ તેણે મોનાલિસાની બુલેટપ્રુફ તસ્વીર પર હુમલો કરી દીધો. તેણે તસ્વીર પર કેક પણ લીપી નાખ્યો. હુમલાખોરનું કહેવુ છે કે, તે પર્યાવરણ કાર્યકર્તા છે અને વિરોધ સ્વરૂપે તેણે આવું કામ કર્યું હતું.

અગાઉ પણ આવી ઘટના બની ચુકી છે

હુમલાખોરે કહ્યું કે, ધરતી વિશે વિચારો. લોકો આ ધરતીને બરબાદ કરવા બેઠા છે. કલાકાર ધરતી વિશે વિચારે છે અને તેના કારણે જ મેં આવું કર્યું. ધરતી વિશે વિચારો. આપને જણાવી દઈએ કે, આ પેન્ટીંગ લગભગ 500 વર્ષ પહેલા ખ્યાતનામ પેન્ટર લિઓનાર્દો દ વિન્ચીએ બનાવ્યું હતું. વિન્ચીએ આ પેન્ટીંગ વર્ષ 1503માં બનાવાનું શરૂ કર્યું અને 14 વર્ષ બાદ પેન્ટીંગ બનીને તૈયાર થયું હતું. આ અગાઉ પણ મોનાલિસાની પેન્ટીંગ પર હુમલા થઈ ચુક્યા છે. એટલું જ નહીીં 1911માં તો આ પેન્ટીંગ એક કર્માચારી દ્વારા ચોરી પણ થઈ ગયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ