Momentum trading in the stock market opened 300 points higher
તેજીનું સૂચક /
દિવાળી મહાપર્વ પર રોકાણકારોનું શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ, એકાએક આટલા પોઈન્ટનો આવ્યો ઉછાળો
Team VTV11:48 PM, 04 Nov 21
| Updated: 11:56 PM, 04 Nov 21
મુહુર્ત દિવસે સેન્સેક્ષ 296 ટકા વધ્યો, બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ પર 1957થી દિવાળીના દિવસે ચાલતી આવે છે આ પ્રથા
દિવાળી મહાપર્વ નિમિતે બજારમાં તેજી
મુહુર્ત દિવસે સેન્સેક્ષ 296 ટકા વધ્યો
સેન્સસેક્ષ 300 પોઇન્ટ વધી 60 હજારે પહોચ્યો
લગભગ પાંચ દાયકાથી પણ વધારે જૂની પરંપરાના ભાગરૂપે આજે દિવાળીના દિવસે ભારતીય શેર બજારોમાં નવા વર્ષ માટે સાંજે એક કલાક માટે મુહૂર્તનું ટ્રેડિંગ થાય છે. સ્ટોક માર્કેટમાં આવેલી તેજીના પગલે બજાર નિષ્ણાતો માને છે કે આજે મુહૂર્ત ટ્રેડિંગમાં પણ રિટેલ ઈન્વેસ્ટર્સની ભાગીદારી ઘણી જ ઊંચી ગઇ છે. દિવાળી મહાપર્વ નિમિતે બજારમાં તેજી થઇ છે. મુહુર્ત દિવસે સેન્સેક્ષ 296 ટકા વધ્યો છે. સેન્સસેક્ષ 300 પોઇન્ટ વધી 60 હજારે પહોચ્યો છે. મુહૂર્ત ટ્રેડિંગનો નોર્મલ માર્કેટ ટાઈમ સાંજે 6.15 થી 7.15 સુધીનો હતો. ગુરુવારે BSE માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 265 લાખ કરોડ થયું હતું.
શું હોય છે મુહૂર્ત ટ્રેડિંગ
ખાસ માનતા આ પર્વમાં BSEમાં પણ રજાઓ હોય છે. વેપારીઓ આજના દિવસે ચોપડા પૂજન કરે છે તો સામે શુભ મુર્હુત જોઈ દિવાળીની સાંજે એક જ કલાક માટે શેરબજારનુ ટ્રેડિંગ ખૂલે છે દિવાળી બાદ નવા વર્ષની શરૂઆતમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ મળી રહે તેથી શુકન માટે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ પર 1957માં સાંજના સમયે એક કલાક માટે ટ્રેડિંગ કરવાની પ્રથા પાડવામાં આવી હતી. તે પછી નેશનલ સ્ટોક એક્સચેન્જ પર પણ 1992 મુહૂર્ત ટ્રેડિંગનું શુકન કરવામાં આવ્યું. સેશન શરૂ થાય તે પહેલા સ્ટોક બ્રોકર્સ અને તેમના કર્મચારીઓ, વેપારીઓ, રોકાણકારો તેમજ પરિવારો સંપત્તિ અને સમૃદ્ધિની દેવી મા લક્ષ્મી અને અવરોધો દૂર કરનાર ભગવાન ગણેશના આશીર્વાદ મળે તે માટે ચોપડા કે શારદા પૂજન કરે છે. મુહૂર્ત ટ્રેડિંગમાં પ્રતીકાત્મક સ્વરૂપે શેરની ખરીદી કરવામાં આવે છે. આ દિવસે રેગ્યુલર માર્કેટ બંધ સાવ બંધ રહે છે.