બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / સ્પોર્ટસ / Cricket / mohammad rizwan used to get afraid of sachin tendulkar

ખુલાસો / આ ભારતીય ખેલાડીને રમતા જોઈને ડરી જતો હતો પાકિસ્તાની ક્રિકેટર, ઇન્ટરવ્યૂમાં કર્યો મોટો ખુલાસો

Khevna

Last Updated: 05:43 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમને સચિન તેંડુલકરથી ડર લાગતો હતો.

 

  • પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ રિઝવાનને સચિન તેંડુલકરથી લાગતો હતો ડર 
  • પાકિસ્તાન સામે મેચ સમયે સચિનને રમતા જોઈ ડર લાગતો હતો - મોહમ્મદ રિઝવાન 
  • રિઝવાને એશિયા કપ 2022માં સારું પ્રદર્શન કર્યું છે 

આજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2022 ફાઇનલ 

એશિયા કપ 2022ની ફાઇનલ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમવામાં આવશે. આ મોટી મેચ પહેલા પાકિસ્તાનનાં ધાકડ બેટ્સમેન મોહમ્મદ રિઝવાને એક ચોંકાવનાર ખુલાસો કર્યો છે. મોહમ્મદ રિઝવાને એક ભારતીય ખેલાડીનું નામ જણાવ્યું છે અને કહ્યું છે કે તેમને રમતા જોઈ મોહમ્મદ રિઝવાન ડરી જતાં હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો છે. 

આ ખેલાડીને જોઈ લાગતો હતો રિઝવાનને ડર 
મોહમ્મદ રિઝવાને ખુલાસો કર્યો કે તેઓ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને જોઈને ડરી જતાં હતા. મોહમ્મદ રિઝવાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે પાકિસ્તાન સામે મેચમાં સચિન તેંડુલકરને જોઈને ડરી જતો હતો. હું સચિન તેંડુલકરને ખૂબ જ પસંદ કરતો હતો. હું હંમેશા વિચારતો હતો કે જ્યારે સચિન પાકિસ્તાન સામે રન બનાવશે તો તેઓ આ કેવી રીતે સેલીબ્રેટ કરી શકશે. 

એશિયા કપ 2022માં રિઝવાનનું પ્રદર્શન 
મોહમ્મદ રિઝવાન ટી20 ક્રિકેટના નંબર 1 બેટ્સમેન  છે. એશિયા કપ 2022માં પણ તેઓ પાકિસ્તાન માટે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહ્યા છે. ફાઇનલ મેચમાં પણ ટીમને તેમની પાસે આશા હશે. તેઓ ફાઇનલ મેચમાં 50 રન બનાવી લે છે તો એશિયા કપ 2022માં પણ સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની જશે. મોહમ્મદ રિઝવાને અત્યાર સુધીમાં 5 દાવમાં 226 રન બનાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ