બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / mohammad rizwan hopitalised flu pakistan vs australia shoaib akhtar rizwan record

T20 Worldcup / હજુ એક દિવસ પહેલા તો હોસ્પિટલમાં દાખલ હતો, બીજા દિવસે મેચમાં બોલરોને એવા ઝૂડયા કે પાક. દિગ્ગજે કર્યા વખાણ

ParthB

Last Updated: 11:26 AM, 12 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભલે પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2021માં ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલ હારી ગયું હોય, પરંતુ તેના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનના વખાણ થઈ રહ્યા છે.

  • શોએબ અખ્તરે રિઝવાનની આ પ્રતિબદ્ધતા અંગે ટ્વિટ કર્યુ
  • રિઝવાનને મેચ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
  • પૂરા વર્લ્ડકપમાં રિઝવાને શાનદાર બેટિંગ કરી હતી. 

શોએબ અખ્તરે રિઝવાનની આ પ્રતિબદ્ધતા અંગે ટ્વિટ કર્યુ 

મોહમ્મદ રિઝવાનની આ પ્રતિબદ્ધતા અંગે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે હોસ્પિટલનો ફોટો શેર કરતા ટ્વિટ કર્યું હતું. શોએબ અખ્તરે લખ્યું કે, શું તમે કલ્પના કરી શકો છો કે આ વ્યક્તિ આજે તેના દેશ માટે રમ્યો અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું.

રિઝવાનના રમવા પર શંકા હતી 

રિઝવાનના રમવા પર શંકા હતી મોહમ્મદ રિઝવાનને મેચ પહેલા બે દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તે મેચ પ્રેક્ટિસમાં પણ ગયો ન હતો. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે કદાચ સેમીફાઈલમાં રમી શકશે નહીં. પાકિસ્તાની ટીમના કોચ મેથ્યુ હેડને કહ્યું હતું કે તે ફ્લૂ સામે લડી રહ્યો છે. હેડને જણાવ્યું હતું કે તેના ફેફસામાં થોડી સમસ્યા છે.

રિઝવાને મેચમાં એન્ટ્રી કરીને રેકોર્ડ બનાવ્યો હતો 

મોહમ્મદ રિઝવાને આ મેચમાં 52 બોલનો સામનો કરીને 67 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે એક કેલેન્ડર વર્ષમાં ટી-20 ઈન્ટરનેશનલમાં 1000 રન પૂરા કર્યા. આ કારનામું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. આ વર્ષે મોહમ્મદ રિઝવાને 23 ટી-20 મેચ રમીને 1033 રન બનાવ્યા છે. બીજા નંબર પર પાકિસ્તાનનો બાબર આઝમ છે. જેણે એટલી જ મેચોમાં 826 રન બનાવ્યા છે. અત્યાર સુધી, આ T20 ઇન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર બે બેટ્સમેન છે.

પૂરા વર્લ્ડકપમાં રિઝવાને શાનદાર બેટિંગ કરી હતી. 

પાકિસ્તાનની વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને આ સમગ્ર વિશ્વ કપમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે ભારત સામે પ્રથમ મેચમાં  અણનમ 79 રન બનાવ્યા હતાં. તેણે આ વર્લ્ડકપમાં 6 મેચ રમીને 281 રન બનાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ