જમ્મુ કાશ્મીરમાં જેમ કલમ 370 હટાવી તેમ PoK મેળવીશુંઃ જિતેન્દ્રસિંહ
વિભાજન માનવ જાતિના ઇતિહાસમાં સૌથી મોટી ત્રાસદી હતીઃ જિતેન્દ્રસિંહ
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી જ દેશમાં સતત આ વાતની ચર્ચા થઇ રહી છે કે મોદી સરકાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુદ્દા પર પણ કોઈ મહત્વનો નિર્ણય લેવાની યોજના બનાવી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે મહત્વનું નિવેદન આપ્યું છે. નવી દિલ્હીમાં PoK વિસ્થાપિતોને સમર્પિત મીરપુર બલિદાન દિવસ કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, જે નેતૃત્વમાં કલમ 370 હટાવવાની ક્ષમતા અને ઇચ્છાશક્તિ છે, તેઓ પાકિસ્તાનના ગેરકાયદે કબજાથી PoKને ફરીથી હાંસલ કરવાની ક્ષમતા રાખે છે.
વિભાજન માનવ જાતિના ઇતિહાસમાં સૌથી મોટી ત્રાસદી હતીઃ જિતેન્દ્રસિંહ
મુખ્ય મહેમાન તરીકે સંબોધન કરતા મંત્રીએ કહ્યું કે, ભારતીય ઉપખંડનું વિભાજન માનવજાતિના ઇતિહાસમાં સૌથી મોટું સંકટ હતું. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરને તત્કાલિન રજવાડાના એક ભાગને ખોવાના રૂપમાં બીજા સંકટનો સામનો કરવો પડ્યો જે પાકિસ્તાનના ગેરકાયદે કબ્જામાં ચાલ્યો ગયો. સિંહે કહ્યું કે, પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ કાશ્મીરને પુનઃ પ્રાપ્ત કરવાનો આગામી એજન્ડા છે.
પ્રધાનમંત્રી કાર્યલાયમાં રાજ્યમંત્રી સિંહે કહ્યું કે, PoKને ફરીથી મેળવવું ન માત્ર એક રાજકીય અને રાષ્ટ્રીય એજન્ડા છે, પરંતુ માનવાધિકારના સન્માનની જવાબદારી પણ છે કારણ કે PoKમાં આપણા ભાઈ અમાનવીય પરિસ્થિતિમાં વસી રહ્યા છે અને તેમને સ્વાસ્થ્ય અને શિક્ષા જેવી પાયાની સુવિધાઓ પણ નથી આપવામાં આવી રહી.
તેમણે કહ્યું કે, તત્કાલિન ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદીના સમયે 560થી વધુ રજવાડાઓનો વિલય કરવાની જવાબદારી લીધી હતી અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. પરંતુ તેમણે જમ્મુ કાશ્મીર મામલે બહાર રાખવામાં આવ્યા હતા કારણ કે જવાબરલાલ નેહરૂ જમ્મુ કાશ્મીરને ફરીથી પોતાના સ્તરે સંભાળવા ઇચ્છતા હતા.