બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Modi govt extends PM Swanidhi scheme for hawkers and laborers, Union Cabinet decides

દિલ્હી / BIG NEWS : 1.2 કરોડ લોકોને ફાયદો પહોંચાડતી યોજના પર મોદી સરકારનો મોટો નિર્ણય, જાણો કેબિનેટે લીધેલા પાંચ મોટા ફેંસલા

Hiralal

Last Updated: 05:31 PM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાંચ મોટા નિર્ણય લેવાયા છે.

  • મોદી કેબિનેટે લીધા પાંચ મોટો નિર્ણય
  • મોદી સરકારે  2024 સુધી લંબાવી PM સ્વનિધિ યોજના
  • જમ્મુ અને કાશ્મીર કવાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ લંબાવાયો
  • ખાતરો પર જંગી સબસિડીની જાહેરાત
  • 10 નક્સલ પ્રભાવિત રાજ્યોમાં 2G ટેલિકોમ નેટવર્ક 4Gમાં રૂપાંતરિત
  • ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકો માટે 820 કરોડની જોગવાઈ

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી જેમાં પાંચ મોટા નિર્ણય લેવાયો છે. કેબિનેટની બેઠકમાં PM સ્વનિધિ યોજનાને 2024 સુધી લંબાવવાની, જમ્મુ અને કાશ્મીર કવાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને લંબાવવાની તથા ખાતર પર જંગી સબસિડીની, 10 નક્સલ પ્રભાવિત રાજ્યોમાં 2G ટેલિકોમ નેટવર્ક 4Gમાં રૂપાંતરિત કરવાની અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકો માટે 820 કરોડની જોગવાઈ જેવા પાંચ મોટા નિર્ણય લેવાયા છે. 

જમ્મુ અને કાશ્મીર કવાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને એક્સ્ટેંશન

મોદી સરકારે જમ્મુ અને કાશ્મીર કવાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને લંબાવી દીધો છે. સરકારના આ નિર્ણયને કરાણે વીજળી સપ્લાયમાં જમ્મુ કાશ્મીર આત્મનિર્ભર બનશે. 

રાસાયણિક ખાતરો પર જંગી સબસિડીનું એલાન

કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતરો પર જંગી સબસિડીનું એલાન કર્યું છે. આને કારણે વધી રહેલા ખાતરના ભાવની ખેડૂતો પર કોઈ અસર નહીં પડે

નકસલ પ્રભાવિત 10 રાજ્યોમાં 4જી નેટવર્ક

નક્સલ પ્રભાવિત રાજ્યોમાં 2G ટેલિકોમ નેટવર્કને 4Gમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ટેક્નોલોજીને વેગ મળશે. 

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકો માટે 820 કરોડની જોગવાઈ

કેન્દ્ર સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકો માટે 820 કરોડની જોગવાઈ કરી છે.  કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 

ફેરિયા અને રેકડી મજૂરો માટેની યોજના લંબાવાઈ 

PM સ્વનિધિ યોજના 2024 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતી કેન્દ્રીય આઈટી મિનિસ્ટર અનુરાગ ઠાકુરે કહ્યું કે PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિને હવે 2024 સુધી લંબાવવામાં આવે છે. આ યોજના માટેનો ખર્ચ પણ વધારવામાં આવ્યો છે અને હવે તેને 8100 કરોડ કરી દેવાયો છે. 

PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિથી શહેરી ભારતના 1.2 કરોડ લોકોને ફાયદો
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એવું પણ કહ્યું કે PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિથી શહેરી ભારતના 1.2 કરોડ લોકોને ફાયદો થશે. 

 શું છે પીએમ સ્વનિધિ યોજના?

પીએમ સ્વનિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે, જે હેઠળ તે રેલમાર્ગો, ફેરિયાઓ અને શેરી વિક્રેતાઓને લાભ આપવામાં આવે છે, કોરોનામાં જે લોકોની નોકરી ગઈ હોય તેમને સરકાર  10,000 રૂપિયા સુધીની લોન આપે છે. આ સાથે લોનની ચુકવણી પર વ્યાજમાં 7 ટકાની સબસિડી પણ સમયસર આપવામાં આવે છે. એટલું જ નહીં જો તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમને કેશબેકની સુવિધા પણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાનો લાભ માત્ર એ લોકોને જ મળે છે જે વર્ષ 2022 એટલે કે કોરોના મહામારી પહેલા રેહરી અથવા ફેરીનું કામ કરતા હતા પરંતુ હવે આ યોજનાનો લાભ ડિસેમ્બર 2024 સુધી જ મળશે. 

આજે કેબિનેટની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં 
પ્રથમ- જમ્મુ અને કાશ્મીર કવાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને એક્સ્ટેંશન આપવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર વીજ પુરવઠામાં આત્મનિર્ભર બનશે.
બીજો- PM સ્વનિધિ યોજનાની અવધિ માર્ચ 2022 થી 2024 સુધી લંબાવવામાં આવી છે. સ્ટ્રીટ વેન્ડરોને ફાયદો થશે. 
ત્રીજો- રાસાયણિક ખાતરો પર જંગી સબસિડીની જાહેરાત જેથી ખેડૂતોને વધતા ભાવની અસર ન થાય. 
ચોથો- 10 નક્સલ પ્રભાવિત રાજ્યોમાં 2G ટેલિકોમ નેટવર્કને 4Gમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ટેક્નોલોજીને વેગ મળશે. 
પાંચમો- ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકોને પોસ્ટ ઓફિસોમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જેથી કરીને ગ્રામીણ વિસ્તારોની વધુને વધુ મહિલાઓ બેંકો સાથે જોડાઈ શકે અને તેમને બેંકિંગ સંબંધિત કામમાં સુવિધા મળી શકે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ