બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Modi government will soon launch a common portal 'Jan Samarth'. All government schemes will be available in one place

યોજના / મોદી સરકાર જલ્દી લોન્ચ કરશે એક કોમન પોર્ટલ 'જન સમર્થ' એક જગ્યાએ મળી રહેશે બધી સરકારી યોજના

MayurN

Last Updated: 07:41 PM, 29 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા સંચાલિત યોજનાઓના આપૂર્તિ માટે એક સામાન્ય પોર્ટલ 'જન સમર્થ પોર્ટલ' શરૂ કરવા જઈ રહી છે. સરકારનું માનવું છે કે આ કોમન પોર્ટલથી સામાન્ય લોકોનું જીવન સરળ બનાવશે.

  • 'મિનિમમ સરકાર મેક્સિમમ શાશન'ના વિઝનને અનુરૂપ નવા પોર્ટલની શરૂઆત
  • પોર્ટલનું આર્કિટેક્ચર ઓપન રહેશે, જેથી અન્ય યોજનાઓ મૂકી શકાશે 
  • એમએસએમઈ, ઘર, વાહનો અને પર્સનલ લોન સામેલ 

શરુવાતમાં 15 યોજનાઓ હશે 
સૂત્રોએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારના 'મિનિમમ સરકાર મેક્સિમમ શાશન'ના વિઝનને અનુરૂપ નવા પોર્ટલમાં શરૂઆતમાં સરકારના દેવા સાથે જોડાયેલી 15 યોજનાઓને આવરી લેવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પોર્ટલને ધીમે ધીમે વિસ્તૃત કરવામાં આવશે. આ વિસ્તરણ પોર્ટલની કામગીરી પર આધારિત હશે, કારણ કે કેટલીક કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓમાં બહુવિધ એજન્સીઓ સામેલ છે. ઉદાહરણ તરીકે, પ્રધાનમંત્રી આવાસ યોજના અને સીએલસીએસએસ વિવિધ મંત્રાલયો હેઠળ આવે છે.

સિંગલ પ્લેટફોર્મમાં બધી સુવિધાઓ 
પોર્ટલનો હેતુ તમામ યોજનાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો છે આનાથી લાભાર્થીઓને આ યોજનાઓ સુધી પહોંચવામાં મદદ મળશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પોર્ટલની પાયલોટ ટ્રાયલ ચાલી રહી છે. પોર્ટલમાં રહેલી ખામીઓને દૂર કરવામાં આવી રહી છે. ત્યાર બાદ આ પોર્ટલ રજૂ કરવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય લેડર્સ પર પોર્ટલનું પરીક્ષણ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પોર્ટલનું આર્કિટેક્ચર ઓપન રહેશે. રાજ્ય સરકારો અને અન્ય સંસ્થાઓ પણ ભવિષ્યમાં આ પોર્ટલ પર તેમની યોજનાઓ મૂકી શકશે.

લોન લેવા માટેનું હશે પોર્ટલ 
સરકારે લોન લેનારાઓને રાહત આપવા માટે 2018માં લોન યોજનાઓ માટે એક પોર્ટલ શરૂ કર્યું હતું, સરકારે 2018માં વિવિધ લોન યોજનાઓ માટે http://psbloansin59minutes.com પોર્ટલ શરૂ કર્યું હતું.જેમાં એમએસએમઈ, ઘર, વાહનો અને પર્સનલ લોન સામેલ છે. આ પોર્ટલ પર વિવિધ સરકારી બેન્કો દ્વારા એમએસએમઈ અને અન્ય માટે લોન 59 મિનિટમાં મંજૂર કરવામાં આવે છે, જ્યારે અગાઉ તેમાં 20થી 25 દિવસનો સમય લાગતો હતો. સૈદ્ધાંતિક મંજૂરી પછી, લોન 7-8 કાર્યકારી દિવસોમાં આપવામાં આવે છે.

શરુવાતમાં દસ્તાવેજની જરૂર પડશે નહિ  
MSMEને લોનની સૈદ્ધાંતિક મંજૂરી માટે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો આપવાની જરૂર નથી. આ પ્લેટફોર્મને એમએસઈના ક્રેડિટ ગેરન્ટી ફંડ ટ્રસ્ટ સાથે સંકલિત કરવામાં આવ્યું છે, જેથી ધિરાણ લેનારાઓની લાયકાત ચકાસી શકાય. પોર્ટલ લોન્ચ કર્યાના બે મહિનામાં જાહેર ક્ષેત્રની બેન્કોએ એમએસએમઈ પાસેથી 37,412 કરોડ રૂપિયાની લોનની 1.12 લાખ અરજીઓને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ