BIG NEWS /
હવે ફુલ એક્શનમાં આવી મોદી સરકાર: પેટ્રોલ-ડીઝલ પર નવો પ્લાન તૈયાર, જલ્દી જ થઈ શકે છે મોટું એલાન
Team VTV02:10 PM, 21 Oct 21
| Updated: 03:02 PM, 21 Oct 21
પેટ્રોલના વધતા ભાવ સામે હવે મોદી સરકાર એકશનમાં આવી ગઈ છે. સરકાર દ્વારા હવે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવશે જેથી પેટ્રોલના ભાવમાં પણ ઘટાડો થશે.
પેટ્રોલના વધતા ભાવ સામે મોદી સરકાર એકશનમાં
હવે ટૂંક સમયમાં પેટ્રોલના ભાવ ઘટી શકે છે
એક્સાઈઝ ડ્યુટી પર મોદી સરકાર કરશે ઘટાડો
પેટ્રોલ ડિઝલના વધતા ભાવને લઈને હવે સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ છે. જેથી સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે સરકાર સામાન્ય માણસોને હવને મોટી રાહત આપવાની છે. સરકાર હવે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની તૈયારીમાં છે. જો 5 રૂપિયા પ્રતિ લીટર પણ એક્સાઈસ ડ્યુટી ઘટશે તો પેટ્રોલના ભાવમાં મોટો ફરક નોંધાઈ શકે છે.
મુંબઈમાં પેટ્રોલ 112.44 રૂપિયા લીટર
આપને જણાવી દઈએ કે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 106.54 રૂપિયા પ્રતી લીટર છે. જ્યારે ડિઝલનો ભાવ 96.27 રૂપિયા પ્રતિ લીટર છે. સૌથી વધારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 112.44 રૂપિયા પહોચી ગયો છે. સાથેજ અહીયા ડિઝલનો ભાવ પણ 103.26 રૂપિયા છે.
પેટ્રોલના ભાવમાં અસ્થિરતા દૂર થશે
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પેટ્રોલના ભાવ પર કંટ્રોલ કરવા માટે સરકાર કંપનીઓ સાથે ચર્ચા કરી શકે છે. જેમા એક કિંમત નક્કી કરવાની સિસ્ટમ લાવવામાં આવી શકે ચે. જેમા પ્રાઈઝ ઈન્ડેક્સના આધારે પછી પેટ્રોલનું વેચાણ કરવામાં આવી શકે છે. જેથી હવે લાંબા સમય સધી પેટ્રોલના ભાવમાં અસ્થિરતા જોવા નહી મળે.
વધતો ભાવ સરકાર માટે પણ ચિંતાનો વિષય
ઉલ્લેખનીય છે કે પેટ્રોલના વધતા ભાવ સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. જેથી હવે સરકાર દ્વારા પેટ્રોલના ભાવ ઓછા કરવા માટે વિચારણા ચાલી રહી છે. ભારત પોતાની જરૂરીયાતની સામે 85 ટકા પેટ્રોલ આયાત કરે છે. જોકે વધતા જતા પેટ્રોલના ભાવને લઈને સામાન્ય વ્યક્તિઓ પણ હેરાન થઈ રહ્યા છે.