બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / modi government launched sitagliptin drug for diabetics patiets affordable prices

GOOD NEWS / મોદી સરકારે ડાયાબિટીસના દર્દીઓને આપી મોટી રાહત: ખૂબ જ સસ્તી અને વાજબી ભાવે નવી દવા લોન્ચ કરી

Pravin

Last Updated: 09:03 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી જનઔષધી પરિયોજના અંતર્ગત પીએમબીઆઈએ વાજબી ભાવ પર ડાયાબિટીસની દવાઓના નવા વેરિએન્ટ લોન્ચ કર્યા છે.

  • મોદી સરકારે ડાયાબિટીસના દર્દીઓેને આપી રાહત
  • સસ્તી અને વાજબી ભાવે દવા મળી રહેશે
  • પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર પર મળશે આ દવાઓ

 

પ્રધાનમંત્રી જનઔષધી પરિયોજના અંતર્ગત પીએમબીઆઈએ વાજબી ભાવ પર ડાયાબિટીસની દવાઓના નવા વેરિએન્ટ લોન્ચ કર્યા છે. ફાર્માસ્યૂટિકલ તથા મેડિકલ ડિવાઈસિઝ બ્યૂરો ઓફ ઈંડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી રવિ દધિચે પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજના અંતર્ગત ડાયાબિટિસની દવાના નવા વેરિએન્ટ સીટાગ્લિપ્ટિન તમામ માટે વાજબીભાવે વેચાણ માટે લોન્ચ કરી છે. પીએમબીઆઈએ પોતાના તમામ જનઔષધી કેન્દ્રોમાં દવાઓના નવા વેરિએન્ટ સીટાગ્લિપ્ટિન અને તેના કોમ્બિનેશનને સામેલ કર્યા છે. 

આપને જણાવી દઈએ કે, સૂગરની બિમારીમાં ઉપયોગમાં લેવાતી સીટાગ્લિપ્ટિન ફોસ્ફેટ ટેબલેટ આઈપી 50 એમજીની કિંમત જનઔષધી કેન્દ્રો પર 60 રૂપિયા હશે. તો વળી સીટાગ્લિપ્ટિન ફોસ્ફેટ ટેબલેટ આઈપી 100 એમજીની કિંમત 100 રૂપિયા રાખવામાં આવી છે. આવી રીતે સીટાગ્લિપ્ટિન+મેટફોર્મિન હાઈડ્રોક્લોરાઈડ ટેબલેટ 50 એમજી/500 એમજીની કિંમત 65 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સીટાગ્લિપ્ટિન+મેટફોર્મિન હાઈડ્રોક્લોરાઈડની ગોળીઓ 50 એમજી/1000 એમજીની કિંમત 70 રૂપિયા નિર્ધારિત કરાઈ છે. 

ડાયાબિટીસ દર્દીઓ માટે મોટી રાહત

આપને જણાવી દઈએ કે, ટાઈપ 2વાળા વયસ્કોમાં ગ્લાઈસોમિક કંટ્રોલમાં સુધાર માટે સીટાગ્લિપ્ટિનને આહાર અને વ્યાયામમાં સહાયક માનવામાં આવે છે. પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં મળતી આ દવાઓ બજારમાં મળતી બ્રાંડેડ કંપનીઓની સરખામણીમાં 60-70 ટકા ઓછા મૂલ્ય પર પ્રાપ્ત થશે. કારણ કે આ અન્ય મેડિકલ સ્ટોર પર 162 રૂપિયાથી લઈને 258 રૂપિયામાં મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ