બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Modi Cabinet Meeting TODAY

કેબિનેટ બેઠક / PM મોદીની અધ્યક્ષતામાં આજે ઢળતી સાંજે બેઠક, કર્મચારીઓને જલ્સો કરાવી શકે છે મોદી સરકાર

Pravin

Last Updated: 11:38 AM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ઢળતી સાંજે કેન્દ્રીય કેબિનેટની બેઠક પીએમ મોદીની અધ્યક્ષતામાં થવાની છે, જેમાં કેન્દ્રીય કર્મચારીને લઈને મોટા નિર્ણયો લેવાઈ શકે છેે.

  • પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક
  • કર્મચારીઓના રોકાયેલ ડીએ પર નિર્ણય લેવાય તેવી શક્યતા
  • કર્માચારીઓના ખાતામાં 2 લાખ સુધી આવી શકે છે

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આજે થનારી બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો મળવાની શક્યતા છે. શક્યતાઓ છે કે, આ બેઠકમાં કર્મચારીઓના અટકાયેલા રૂપિયા પર નિર્ણય લેવાઈ શકે છે. જો આવું થયું તો, કર્મચારીઓના ખાતામાં સીધઆ 2 લાખ રૂપિયા સુધી આવી શકે છે. આ રકમ એક સાથે ખાતામાં આવશે. જાણકારી અનુસાર કેન્દ્રીય કેબિનેટની બેઠક ઢળતી સાંજે 3.30 કલાક શરૂ થશે.

હકીકતમાં જોઈએ તો, કેન્દ્રીય કર્મચારીઓના 18 મહિનાથી રોકાયેલા ડીએ આપવાનો નિર્ણય હજૂ સુધી લેવાયો નથી. પણ જાણકારી અનુસાર આજે થનારી બેઠકમાં આ નિર્ણય થઈ શકે છે. સરકાર એક સાથે ડીએ આપીને આ મામલો ઠંડો પાડી શકે છછે. જજો આવી થયું તો, કર્મચારીઓના ખાતામાં એક સાથે 2 લાખ રૂપિયા આવી શકે છે. લેવલ 1 કર્મચારીઓના બાકી ડીએ 11,800 રૂપિયાથી 37,000 રૂપિયાની વચ્ચે થાય છે. તો વળી લેવલ 13ના કર્મચારીઓનું 1,44,200 રૂપિયાથી 2,18,200 રૂપિયા ડીએ એરિયર તરીકે મળશે.

લાંબા સમયથી કર્મચારીઓ કરી રહ્યા છે માગ

કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ડીએ વર્ષમાં બે વાર જાન્યુઆરીથી જુલાઈની વચ્ચે અપડેટ થાય છે. મોંઘવારી ભથ્થાનો દરના મૂળ વેતનથી ગુણાકાર કરીને ડીએની ચુકવણી થાય છે. આપને જણાવી દઈએ કે, સરકારી કર્મચારીઓ, સાર્વજનિક ક્ષેત્રના  કર્મચારીઓ અને પેન્શનધારકોને ડીએ આપવામા આવે છે. આ કર્મચારીઓને તેના રહેવાના ખર્ચમાં મદદ કરવા માટે આપવામાં આવે છે. કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરાકર જો આના પર નિર્ણય લે છે તો કેન્દ્રીય કર્મચારીઓને જલ્સા થઈ જશે. કર્મચારીઓ લાંબા સમયથી ડીએ એરિયરની માગ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી મામલો શાંત પાડી શકે છે 

18 મહિનાના એરિયરનો મામલો પ્રધાનમંત્રી મોદી સુધી પહોંચી ગયો છે. એરિયર ચુકવણીને લઈને ભારતીય પેન્શનધારક મંચે પ્રધાનમંત્રી મોદીને પત્ર પણ લખ્યો છે. પ્રધાનમંત્રી મોદી  પાસે બીએમએસે અપીલ પણ કરી છે તેઓ આ મામલે હસ્તક્ષેપ કરે અને નાણામંત્રાલયને એક જાન્યુઆરી 2020થી 30 જૂન 2021ની વચ્ચે રોકાયેલ ડીએ, ડીઆરનું એરિયર જલ્દી આપે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ