બ્રેકિંગ ન્યુઝ
ParthB
Last Updated: 12:55 PM, 7 July 2021
ADVERTISEMENT
કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ આજે સાંજે 6 વાગ્યે
કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ આજે સાંજે 6 વાગ્યે થશે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વાર કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. એવામાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. સાથે જ આગામી વર્ષમાં જે જે રાજ્યોમાં વિધાનસભાન ચૂંટણી થવાની છે તેની અસર પણ આ કેબિનેટ વિસ્તરણમાં પડી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, અજય ભટ્ટ, કપિલ પાટિલ, શાંતનુ ઠાકુર, પશુપતિ પારસ, નારાયણ રાણે, મીનાક્ષી લેખી, શોભા કરાંડલજે, અનુપ્રિયા પટેલ, હિના ગાવીત, અજય મિશ્રા PM આવાસ પર પહોંચી ગયા છે.
ADVERTISEMENT
ગુજરાતથી કિરીટ સોલંકી પહોંચ્યા દિલ્હી
પીએમ મોદીના બીજા કાર્યકાળનો આ પહેલો મંત્રી પરિષદ વિસ્તાર થવાનો છે. ત્યારે ગુજરાતના 2 નેતાઓના નામ પણ નવા મંત્રી મંડળમાં ચર્ચામાં છે, જેમાં ગુજરાતમાંથી સાંસદ કિરીટ સોલંકી તથા સાંસદ જુગલ ઠાકોરનો સમાવેશ કરવામાં આવી શકે છે. તો સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે, કિરીટ સોલંકી દિલ્હી પહોંચ્યા છે.
ઓબીસી વર્ગથી કુલ 24 મંત્રી રહેશે
મીડિયા સૂત્રોના જણાવ્યાનુસાર પછાત વર્ગના કુલ મળીને 24 મંત્રીઓને જગ્યા મળશે. આની પાછળની યોજના નાના સમુદાયોને પ્રતિનિધિત્વ આપવાની છે.
ગુજરાતના નેતાને લોટરી લાગે તેવી અટકળો!
હાલના મંત્રીઓમાંથી કેટલાક નેતાઓને પ્રમોશન આપવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ પ્રમોશન નેતાઓમાં 3 નેતાઓના નામ આગળ છે. એમ ચર્ચાઇ રહ્યું છે કે પરષોત્તમ રૂપાલાનું મંત્રી મંડળમાં કદ વધશે. ગુજરાતથી પરષોત્તમ રૂપાલાને મંત્રી મંડળમાં પ્રમોશન અપાશે.
અનુરાગ ઠાકુર અને જી કિશન રેડ્ડીનું મંત્રી મંડળમાં કદ વધશે સાથે જ અનુરાગ ઠાકુરને રાજ્ય મંત્રી તરીકે સ્વતંત્ર પ્રભાર અપાશે, આ નિર્ણય એ માટે લેવાય શકે છે કારણકે હિમાચલમાં આગામી ચૂંટણીમાં તેની અસર પડે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.