બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Modi cabinet approves biggest plan

ખુશખબર / મોદી કેબિનેટે 100 લાખ કરોડની આ યોજનાને આપી મંજૂરી, સામાન્ય લોકોને થશે મોટો ફાયદો

Ronak

Last Updated: 05:58 PM, 21 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારની સૌથી મોટી ગતિ શક્તિ યોજનાને આજે કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જેમા 100 લાખ કરોડની આ યોજનાને મંજૂરી મળ્યા બાદ સામાન્ય માણસોને સૌથી મોટો ફાયદો થવાનો છે.

  • મોદી કેબિનેટે સૌથી મોટી યોજનાને આપી મંજૂરી 
  • 100 લાખ કરોડની યોજનાને આજે મળી મંજૂરી 
  • PM ગતી શક્તિ યોજનાને આજે મંજૂરી આપવામાં આવી

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે 21 ઓક્ટોબરના રોજ પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે પીએમ મોદીએ 13 ઓક્ટોબરે મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે  100 લાખ કરોડ રૂપિયાનો રાષ્ટ્રીય માસ્ટર પ્લાન લોન્ચ કર્યો હતો. 

ગતિ શક્તિ યોજનાને મલી મંજૂરી 

જે માસ્ટર પ્લાન સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો તચે તેનું નામ ગતિ શક્તિ માસ્ટર પ્લાન રાખવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અર્થવ્યવસ્થા સારી કરવાનો તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવાનો છે. જો બંને દીશામાં સારી કામગીરી થશે તો અર્થવ્યવસ્થાની સાથે સાથે દેશનો વિકાસ પણ થશે. 

16 મંત્રાલયને એક મંચ પર રાખવામાં આવશે. 

આ યોજના દ્વારા દરેક વિભાગોને એક કરીને ડિજિટલ મંચ પર ભેગા કરવામાં આવશે. જેમા દરેક યોજનાઓને સાથે જોડીને તેની શક્તિને ગતિ આપવામાં આવશે. હાલ આ યોજના અંતર્ગત 16 નવા મંત્રાલયને શામેલ કરવામાં આવશે. જેમા રેલ્વે, હાઈવે મંત્રાલય, ગેસ મંત્રાલય શિપિંગ અને ઈવિક્શવ જેવા ગણા મંત્રાલયો છે જેને શામેલ કરવામાં આવશે. 

ગતિશક્તિ યોજનાથી વિકાસના દરેક કામો થશે 

ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના રોજ લાલ  કિલ્લા પરથી પીએમ મોદીએ આ યોજનાનનું એલાન કર્યું હતું. જેમા તેમણે કહ્યું હતું કે આપણે એવા ગામડા તૈયાર કરવાના છે જેમા પાકા રસ્તાઓ હોય, લાભાર્થીઓને પાસે આયુષ્માન ભારત કાર્ડ હોય. સાથેજ દરેક લોકો પાસે ગેસ કનેકશન હોય. વધુમાં તેમણે ઈલેક્ટ્રીક વાહનો ઉપર પણ આત્મનિર્ભર બનવા માટે ભાર આપ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Modi cabinet Permission gati shakti yojna ગતિ શક્તિ યોજના મંજૂરી મોદી કેબિનેટ gati shakti yojna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ