બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Modi becomes first PM to chair UNSC meeting, gives 'five mantras' to world

વર્ચ્યુઅલ બેઠક / UNSC બેઠકની અધ્યક્ષતા કરનાર મોદી પહેલા PM બન્યા, દુનિયાને આપ્યા 'પાંચ મંત્ર'

Hiralal

Last Updated: 07:25 PM, 9 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરીને સમુદ્રી અપરાધ અને અસુરક્ષાને પહોંચી વળવાની રણનીતિના મુદ્દે ચર્ચા કરી.

  • પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી
  • સમુદ્રી અપરાધ અને અસુરક્ષાને પહોંચી વળવાની રણનીતિની ચર્ચા કરી
  • આતંકવાદ, પાયરેસી માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ થઈ રહ્યો છે-પીએમ મોદી

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ચર્ચામાં વડાપ્રધાન મોદી એ કહ્યું કે, જુદા-જુદા દેશો વચ્ચે સમુદ્રી વ્યાપારની અડચણોને દૂર કરવાની આવશ્યકતા છે,તેઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ચર્ચામાં પોતાના સંબોધન દરમિયાન આ વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, સમુદ્ર આપની સામૂહિક સંપતિ છે. આપણા સમુદ્રી માર્ગ આંતર રાષ્ટ્રીય વ્યાપારની જીવાદોરીનો આધાર છે. સૌથી મોટી વાત એ છે કે,આ આપણા પ્લેનેટના ભવિષ્ય માટે બહુ જ મહત્વપૂર્ણ છે પરંતુ આજે આપણી આ સંયુક્ત સંપતિને   કેટલાય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

ચાંચિયાગિરિ અને આતંકવાદ માટે સામુદ્રી માર્ગનો દુરુપયોગ થઈ રહ્યો છે

ચાંચિયાગિરિ અને આતંકવાદ માટે સામુદ્રી માર્ગનો દુરુપયોગ   થઈ રહ્યો છે. તો અનેક દેશો વચ્ચે મેરીટાઇમ વિવાદ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ વ્યાપક સંદર્ભમાં આપણે સંયુક્ત સંપતિના ઉપયોગ માટે આંતરિક સમજ   અને સહયોગનું ફ્રેમવર્ક બનાવવું જોઈએ. અને આવું ફ્રેમવર્ક કોઈ એક દેશ,એકલો નહીં બનાવી શકે. આ સામૂહિક પ્રયાસોથી જ શક્ય છે. આ વિચારથી જ આપણે આઅ મહત્વપૂર્ણ વિષયને   સુરક્ષા પરિષદ પાસે લઈ આવ્યા છીએ. મને પૂર્ણ વિશ્વાસ છે કી આજની ઉચ્ચસ્તરીય ચર્ચાથી વિશ્વને મેરીટાઇમને આનુષાંગિક મુદ્દા પર માર્ગદર્શન મળશે. આ મંથનને વેગ મળે તે માટે આપની સમક્ષ પાંચ મૂળભૂત સિદ્ધાંત રાખવા માંગીશ. પહેલો,આપણે મેરીટાઇમ વ્યાપારમાં પ્રતિબંધો હટાવવા જોઈએ,આપણા સૌની સમૃદ્ધિ મેરીટાઇમ વ્યાપારના સક્રિય પ્રવાહ પર નિર્ભર છે. 

આપણે એક-બીજાના અધિકારોનું સન્માન કરીએ

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, નિશુલ્ક મેરીટાઇમ વ્યાપાર માટે એ પણ જરૂરી છે કે આપણે એક-બીજાના અધિકારોનું સન્માન કરીએ. મેરીટાઇમ વિવાદોનું સમાધાન શાંતિપૂર્ણ અને આંતર રાષ્ટ્રીય કાયદા મુજબ હોવું જોઈએ. પારસ્પરિક ભરોસા અને વિશ્વાસ માટે પણ આ જરૂરી છે.

- આપણે કુદરતી હોનારત અને બિન રાજ્ય અભિનેતાઓ દ્વરા ઊભા કરાતા સામુદ્રિક અવરોધ નો મળીને સામનો કરવો જોઈએ આઅ બાબતે પ્રાદેશિક સહકાર માટે ભારતે મોટા પગલાં ભર્યા છે. વાવાજોડા,સૂનામી,અને પ્રદૂષણ સંબંધિત સામુદ્રી મુશ્કેલીઓ માં અમોને પહેલો પ્રતિસાદ સાંપડ્યો છે. 

- આપણે સમુદ્રી પ્રયાવર્ણ અને સંસાધનોને એક તાંતણે બાંધીને રાખવા પડશે. આપણે જાણીએ છીએ કે સમુદ્રની સીધી અસર   જળવાયુ પર થાય છે . એટલે આપણે તેલનું વહી જવું અને પ્લાસ્ટિકથી સમુદ્રી વાતાવરણને પ્રદૂષણથી મુક્ત રાખવું   પડશે.   ઉપરાંત આપણે એક જવાબદાર સમુદ્રી સંપ્રકને પ્રોત્સાહન આપવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ