બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / MLA of Unjha Ashaben Patel died at Ahmedabad Zyads Hospital

અમદાવાદ / ઊંઝા APMCમાં હતો દબદબો, પાટીદાર આંદોલનમાં મહત્વની ભૂમિકા: મહેસાણાને આશાબેનની મોટી ખોટ સાલશે

Kiran

Last Updated: 02:54 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આશાબેનનું ડેનગ્યૂના કારણે મલ્ટી ઓર્ગન અસર પડી હતી તે માટે તેમને સારવાર અર્થે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મલ્ટી ઓર્ગન ફેઇલ થઇ જતા તેમનું આજે નિધન થયું છે.

  • કેવો રહ્યો આશાબેન પટેલનો કાર્યકાળ 
  • ઊંઝા APMCમાં પણ તેઓએ દબદબો 
  • પાટીદાર આંદોલનમાં મહત્વની ભૂમિકા

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થતા ગુજરાતના રાજકારણમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે, આશાબેનનું ડેનગ્યૂના કારણે મલ્ટી ઓર્ગન અસર પડી હતી તે માટે તેમને સારવાર અર્થે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરતું મલ્ટી ઓર્ગન ફેઇલ થઇ જતા તેમનું આજે નિધન થયું છે. 



 

કેવો રહ્યો આશાબેન પટેલનો કાર્યકાળ 

અહીં ઉલ્લેખનિય છે કે મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકથી ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ કડવા પાટીદારનો શિક્ષિત યુવા ચહેરો છે. તેઓએ એશિયના સૌથી મોટી ઊંઝા APMCમાં પોતાની સમર્થનવાળી પેનલને વિજેતા બનાવી ઊંઝા APMCમાં નારણ પટેલના દબદબાને ખતમ કર્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નારણ પટેલને આપી કોંગ્રેસની ટિકિટ પર વિજેતા બન્યા હતા. જ્યારે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા તેમણે પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી છે. અને આશા પટેલના સમર્થનને કારણે દિનેશ પટેલ ઊંઝા APMCના ચેરમેન બન્યા છે. 

ઊંઝા APMCમાં પણ તેઓએ દબદબો 

2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બની ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂટણી લડીને જીતેલા આશા પટેલે કોંગ્રેસ છોડીને 2019માં   ભાજપમાં પ્રવેશ કર્યો હતો.કોંગ્રેસમાં કહેવાતી અવગણનાથી તેઓ નારાજ હતા. કોંગ્રેસમાં આંતર વિગ્રહ,જૂથવાદથી કંટાળીને તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. પાછળથી ભાજપે ઊંઝાથી જ ડો.આશા પટેલને ટીકીટ આપી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં ઊંઝા APMCમાં પણ તેઓએ દબદબો બનાવવામાં સફળતા મેળવી હતી. એટલું જ નહીં પાટીદાર આંદોલન વખેત પણ તેઓની સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

અમદાવાદ ઝાયડ્સ હોસ્પિટલમાં આશાબેન પટેલનું નિધન 

મહત્વનું છે કે આજે MLA આશા પટેલની તબિયત નાજૂક થતા સી.આર.પાટીલ સહિત ભાજપના નેતાઓએ આશાબેનને પૂછ્યા ખબર અંતર પૂછ્યા હતા. આશાબેનની સવારે તબિયત સારી હતી પરતું બપોર બાદ સ્થિતિ બગડી હતી તબીબોના મતે આશાબેન બોડી રિસ્પોન્સ ઓછો કરી રહ્યા હતા તેવુ સી.આર. પાટીલે જણાવ્યું હતું જ્યારે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્લેટલેટ્સ કાઉન્ટ પણ 30 હજારથી વધુ થયા હતા બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી રહ્યું હતું લીવરમાં એસ.જી.પી.ટી. કાઉન્ટ પણ વધ્યા હતા   આશાબેન પટેલનું શરીર રિસ્પોન્ડ કરી રહ્યું હતું   મહત્વનું છે કે ગઈ કાલે CM ભૂપેન્દ્ર પટેલે ઝાયડ્સ હોસ્પિટલમાં આશાબેન પટેલના ખબરઅંતર પૂછ્યા હતા, આજે બપોર બાદ તેઓની એકાએક તબિયત ફરી લથડતા તેમનું નિધન થયું છે. જેને લઈ ગુજરાતના રાજકારણમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

કોણ હતા આશાબેન પટેલ?

  • મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકથી ભાજપના ધારાસભ્ય રહ્યાં
  • 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર બન્યા હતા વિજેતા
  • 2017માં ભાજપના દિગ્ગજ નારણ પટેલને આપી હતી મ્હાત
  • 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા
  • પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી
  • એશિયાની સૌથી મોટી ઊંઝા APMCમાં પોતાની સમર્થનવાળી પેનલને વિજેતા બનાવી
  • ઊંઝા APMCમાં નારણ પટેલના દબદબાને ખતમ કર્યો
  • આશા પટેલના સમર્થનને કારણે દિનેશ પટેલ ઊંઝા APMCના ચેરમેન બન્યા
  • મહેસાણા જિલ્લામાં કડવા પાટીદારનો શિક્ષિત યુવા ચહેરો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ