બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / mla govind patel blame on rajkot police Commissioner know why

પૈસાના ખેલ! / EXCLSUIVE : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ તો હવાલા બ્રાન્ચ છે,પોલીસ કમિશ્નર દ્વારા 15 ટકા કમિશનની થઈ વાત : જગજીવન સખીયા

Kavan

Last Updated: 03:20 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધારાસભ્ય ગોવિંદ પટેલે લગાવ્યા રાજકોટ પોલીસ પર મોટા આરોપ. ડૂબેલા નાણા વસૂલવામાં રાજકોટ પોલીસ કમિશનર કમિશન લેતા હોવાનો આરોપ. ફરિયાદીએ કહ્યું- રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ઈ હવાલા બ્રાન્ચ છે.

  • રાજકોટના પોલીસ કમિશનર પર કમિશન વસૂલીનો આરોપ
  • ફરિયાદના ભાઈએ ખોલ્યા મોટા રાઝ
  • કહ્યું-રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એ હવાલા બ્રાન્ચ છે

એક તરફ ગુજરાતમાં પોલીસની છાપ સુધારવા માટે હર્ષ સંઘવી પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશનર પર મોટો આરોપ લગાવ્યો છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસના ઉઘરાણાને લઈને લૅટર બોમ્બ ફોડતા સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે હવે આ મામલે ફરિયાદી મહેશ સખીયા તથા તેમના ભાઈ મીડિયા સામે આવ્યા હતા અને સમગ્ર મામલે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. 
 
પોલીસ કમિશનર દ્વારા રિકવરી માટે 30 ટકા રકમની માગણી કરી હોવાનો ફરિયાદીનો ઘટસ્ફોટ 

રાજકોટના મહેશ સખીયાના ભાઈ જગજીવન સખીયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા નિવેદન આપ્યું હતું કે, છેતરપિંડી અંગેની ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસ કમિશનરે ઉઘરાણીના 15 % ટકા કમિશનની કરી માગ કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, પહેલા તો પોલીસ અધિકારી દ્વારા રિકવરી માટે 30 ટકા કમિશન સાહેબ માગતા હોવાનું  PI ગઢવી દ્વારા અમને કહેવામાં આવ્યું હતું, જો કે, ચર્ચાને અંતે 15 ટકા રકમ નક્કી કરવામાં આવી હતી અને આમ અમારી પાસેથી 75 લાખ રૂપિયાની ઉઘરાણી રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. 

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એ હવાલા બ્રાન્ચ છે : જગજીવન સખીયા

આ સાથે જ જગજીવન સખીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એ હવાલા બ્રાન્ચ છે. આ રિકવરી માટે PSI સાખરા નામના વ્યક્તિને વચ્ચે રાખવામાં આવ્યો હતો અને અમારી ફરિયાદ પણ લેવામાં નહોંતી આવી. ત્યારબાદ સમગ્ર મામલે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કર્યા બાદ તેમના દ્વારા રાજકોટ પોલીસ પર પ્રેશર લાવવામાં આવ્યું અને ફરિયાદ નોંધી હતી. 

રાજકોટના ધારાસભ્યએ ફોડ્યો લૅટર બોમ્બ

હર્ષ સંઘવીને લખેલા પત્રમાં ગોવિંદ પટેલે પત્રમાં એવો આરો લગાવ્યો છે કે પોલીસ ગુંડા મવાલીને જેમ ઉઘરાણી કરે છે. સામેની પાર્ટી ઉઘરાણી ન આપે તો હવાલા લેવાય છે. સાથે તેઓએ આવા અનેક કિસ્સાઓ થયા હોવાનુ પણ કહ્યુ  જેમાંથી એક કિસ્સા વિશે વાત કરતા જણાવ્યુ હતું કે રાજકોટના મહેશ સખીયા સાથે આઠ માસ પહેલા 15 કરોડનું  ચીટીંગ થયું હતું.  પરંતુ પોલીસે આ મામલે FIR નહોતી ફાડી. પોલીસે ઉઘરાણીના રુપિયામાં 15 ટકા હિસ્સો માગ્યો હતો. ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને 7 કરોડ પરત અપાવ્યા હતા.

mla govind patel blame on rajkot police Commissioner wrote letter to harsh sanghvi

પોલીસ કમિશનરના આક્ષેપો બાદ પ્રતિક્રિયા

  • જોઇન્ટ પોલીસ કમિશનરે આપી પ્રતિક્રિયા
  • અહેમદ ખુરશીદે આપી પ્રતિક્રિયા
  • પોલીસે આરોપો મામલે તપાસ કરવા માટે બતાવી કટીબદ્ધતા
  • ધારાસભ્યની ફરિયાદ માટે તપાસની ખાત્રી આપું છું - JCP
  • ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરાવવામાં આવશે - JCP
  • સમગ્ર ફરિયાદને વેરિફાય કરાવીશું - - JCP
  • તપાસમાં તથ્ય બહાર આવશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે - JCP
  • પત્રની મીડિયા મારફતે ખબર પડી - JCP
  • ફરિયાદ કયા સંજોગોમાંથી નથી લેવાય તેની તપાસ થશે - JCP
  • મામલાની મને વિસ્તારપૂર્વક ખબર નથી - JCP
  • પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ તપાસ અંગે નિર્ણય કરાશે - JCP
  • તપાસ કોણ કરશે એ અંગે નિર્ણય લેવાશે - JCP

ગોવિંદ પટેલે હર્ષ સંઘવીને લખેલા પત્રમાં શું છે?

  • રાજકોટ પોલીસ ગુંડા મવાલી જેમ ઉઘરાણી કરે છે
  • સામેની પાર્ટી ઉઘરાણી ન આપે તો હવાલા લેવાય છે
  • ઉઘરાણીના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બન્યા છે
  • રાજકોટના મહેશ સખીયા સાથે આઠ માસ પહેલા છેતરપિંડી થઈ હતી
  • મહેશ સખીયા સાથે 15 કરોડની છેતરપિંડી થઈ હતી
  • પોલીસે 15 કરોડની છેતરપિંડી મામલે FIR ન નોંધી
  • ઉઘરાણીના રૂપિયામાં 15 ટકા લેખે હિસ્સો માંગ્યો હતો
  • ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી 7 કરોડ પરત અપાવ્યા
  • 7 કરોડમાંથી 75 લાખ રૂપિયાની PI થકી ઉઘરાણી કરાવી
  • PI ફોન થકી FIR કરી આરોપી પકડ્યાની વાત કરે છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ