બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / Mistakes in kitchen can increase the risk of disease

કામની ટિપ્સ / તમારા રસોડામાં રહેલી આ 8 વસ્તુઓ નોતરે છે ગંભીર રોગો, જાણી લો નહીંતર થશે મોટું નુકસાન

Noor

Last Updated: 10:27 AM, 27 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

100 વર્ષ સુધી નિરોગી રહેવા માટે સારું ખાવું, કસરત કરવી અને મનને શાંત અને પ્રફુલ્લિત રાખવું ખૂબ જ જરૂરી છે. જોકે આપણી કેટલીક ભૂલો આપણને રોગિષ્ઠ બનાવી દે છે.

  • રસોડામાં આ 8 વસ્તુઓનો ઉપયોગ ભૂલથી પણ ન કરો
  • સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે આ વસ્તુઓ
  • 100 વર્ષ સુધી નિરોગી રહેવા સાદુ જીવન જીવો

આપણું જીવન જેટલું સાદું અને સરળ હશે આપણે એટલા જ રોગોથી બચીને રહી શકીશું. હેલ્ધી રહેવા માટે સારું અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવો ખૂબ જ જરૂરી છે. પણ શું તમે જાણો છો કે જે રીતે ખાનપાનની ખરાબ આદતો અને આપણે કઈ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યાં છે તેની પર પણ ધ્યાન આપવું જરૂરી છે. અત્યારે ફાસ્ટ કૂકિંગ રૂટીન લાઈફનો ભાગ બની ગઈ છે. જેમાં ઘણી એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે ધીરે-ધીરે આપણને રોગો તરફ ધકેલી રહી છે. તો જાણી લો તમારા રસોડામાં રહેલી એવી વસ્તુઓ વિશે જે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે. 

આ વસ્તુઓનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો

  • ખાંડનો વધુ પડતો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક છે. તેનાથી મેદસ્વિતા સહિત હાર્ટ ડિસીઝ, હાડકાંઓની સમસ્યા અને દાંતના પણ રોગો થઈ શકે છે. બહારના સ્વીટ્સ ખાવાથી પણ ઘણી સમસ્યાઓ જન્મ લે છે.
  • સામાન્ય લોટની જગ્યાએ રિફાઈન્ડ લોટનો ઉપયોગ વધતાં કે શરીરને નુકસાન પહોંચાડે છે. તેમાં પોષક તત્નોમી કમી હોવાથી ફાયદા મળતાં નથી. કબજિયાત અને સ્થૂળતા જેવી સમસ્યાઓ પણ વધે છે. 
  • કૂકરનો ઉપયોગ આજકાલ બધાંના ઘરમાં કરવામાં આવે છે. કારણ કે તેમાં હાઈ પ્રેશર પર ખોરાક પકાવવામાં આવે છે. જેના કારણે તેના ઘણાં પોષક તત્વો પણ નષ્ટ થઈ જાય છે. એવામાં ઘણી વસ્તુઓ ખાવાના ફાયદા મળતાં નથી.
  • એલ્યૂમિનિયમના વાસણોમાં ભોજન પકાવવું. તેનાથી તેમાં રહેલાં કેમિકલ ભોજનમાં ભળી જાય છે અને તે શરીરમાં જઈને ઘણાં ઘાતક રોગો ઉત્પન્ન કરી શકે છે. જેમ કે લીવર અને કિડનીની સમસ્યા અને કેન્સર સહિતના રોગો.
  • પ્લાસ્ટિકના વાસણો અને પાણીની બોટલોનો ઉપયોગ પણ વધી ગયો છે. જે બહુ જ ઘાતક છે. તેના કારણે કાર્સિનોજેનિક (કેન્સર કારક) તત્વો પેદા થાય છે.
  • આજકાલ લોકોના ઘરમાં માઈક્રોવેવ પણ હોય જ છે. પણ તેમાંથી નીકળતું રેડિએશન બહુ જ ઘાતક સાબિત થઈ શકે છે. સાથે જ તેમાં પકાવેલા અથવા ગરમ કરેલાં ભોજનના પોષક તત્વો સાવ ઓછાં થઈ જાય છે.
  • આજકાલ દરેકના ઘરમાં પ્રિઝર્વેટિવ્સ, પેકેજ્ડ અને રેડી ટૂ ઈટ વસ્તુઓ ખાવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. તેમાં રહેલાં કેમિકલ શરીર અને સ્વાસ્થ્યને બહુ જ ખરાબ અસર કરે છે. તેનાથી બીપીની પણ સમસ્યા વધે છે.
  • અત્યારે મોટાભાગના લોકો ભોજનને લાંબા સમય સુધી ખરાબ થતાં બચાવવા માટે ફ્રિઝમાં મૂકી દે છે અને પછી તે વાસી ખોરાક ખાય છે. પણ શું તમે જાણો છો કે ફ્રિઝમાં રહેલી ફ્લોરો કાર્બન ગેસને કારણે ભોજન દૂષિત થઈ જાય છે અને તેનાથી શરીર પર ખરાબ અસર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ