આરોપ લગાવતા લીલાનીએ પ્રિયંકાની જીતને 'ફિક્સ' ગણાવી હતી અને એવું પણ કહેવામાં આવ્યું છે કે કોમ્પિટિશન દરમિયાન પ્રિયંકાને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.
મિસ વર્લ્ડના ખિતાબથી કરીને બોલિવૂડની 'દેશી ગર્લ' અને ત્યાંથી ગ્લોબલ સ્ટાર બનવા સુધીની પ્રિયંકા ચોપરાએ ઘણું મોટું નામ બનાવ્યું છે. વર્ષ 2000માં જ્યારે તે મિસ વર્લ્ડ બની તેને દેશને ગૌરવ અપાવ્યું હતું અને એ પછીથી પ્રિયંકાએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું. પણ વર્ષો બાદ હવે તેમની જીત પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ આરોપ પૂર્વ મિસ બાર્બાડોસ લીલાની મેકકેને લગાવ્યો છે અને તેને પ્રિયંકા સાથે આ કોમ્પિટિશનમાં ભાગ પણ લીધો હતો. જણાવી દઈએ કે આરોપ લગાવતા બાર્બાડોસ એ પ્રિયંકાની જીતને 'ફિક્સ' ગણાવી હતી અને એવું પણ કહેવામાં આવ્યું છે કે કોમ્પિટિશન દરમિયાન પ્રિયંકાને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.
લીલાનીએ મિસ વર્લ્ડ 2000 પર પોતાનું મૌન તોડ્યું
જણાવી દઈએ કે મિસ વર્લ્ડ 2000ની રેસમાં રહેલી લીલાની મેકકોની હાલઆ યુટ્યુબર છે અને તેને લગભગ 22 વર્ષ બાદ એક વીડિયો દ્વારા આ વાત વિશે ખુલાસો કર્યો છે. પણ સવાલ એ છે કે આટલા વર્ષો પછી તે આ વાત વિશે કેમ બોલ્યા? એ માટે તમને જણાવી દઈએ કે હાલ મિસ યુએસએ બ્યુટી પેજન્ટમાં એક સ્પર્ધકની જીતને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે એ બ્યુટી કોમ્પિટિશન 'ફિક્સ' થવાની ચર્ચા પણ ચાલી રહી છે અને એ પરિસ્થતિને ધ્યાનમાં રાખીને લીલાનીએ આટલા વર્ષો પછી મિસ વર્લ્ડ 2000 પર પોતાનું મૌન તોડ્યું છે.
પ્રિયંકાને લઈને થતો હતો ભેદભાવ
લીલાનીએ આ વિશે કહ્યું હતું કે, 'ગયા વર્ષે પણ એક ભારતીય મિસ ઈન્ડિયા જીતી હતી અને સ્પોન્સર ભારતીય કેબલ સ્ટેશન હતું.' પ્રિયંકા વિશે કહ્યું હતું કે, 'તે એકમાત્ર એવી સ્પર્ધક હતી જેને સરોંગ (કમરની આસપાસ બાંધેલો સ્કાર્ફ પહેરવાની છૂટ આપવામાં હતી અને એ સમયે કહેવામાં અવાયું હતું કે તેને સ્કિન ટોનને ઠીક કરવા માટે ક્રીમ લગાવી હતી પણ તે કામ ન કરી અને એટલા માટે તે સ્વિમસૂટ રાઉન્ડમાં સરોંગ પહેરવા માંગતી હતી.'
બેડ પર નાસ્તો પરોસવામાં આવતો
એમને આગળ કહ્યું હતું કે, 'સ્પર્ધામાં પ્રિયંકા ચોપરાને કોઈ પસંદ નહતું કરતું કારણ કે આયોજકો હંમેશા તેના અને અન્ય છોકરીઓ સાથે ભેદભાવ કરતા હતા. એ સમયે બધી છોકરીઓ એક જ જગ્યાએ જમતી હતી જ્યારે પ્રિયંકાને પથારીમાં નાસ્તો પીરસવામાં આવતો હતો.આ બધા સિવાય જીત પહેલા જ પ્રિયંકાના ફોટોશૂટ બીચ પર કરાવવામાં આવી રહ્યા હતા, જ્યારે બાકીની છોકરીઓને રેતીના કિનારે ઊભી કરવામાં આવી હતી. ઉપરાંત તમામ છોકરીઓના ડ્રેસ બનાવનાર ડિઝાઈનર પ્રિયંકાનો સૌથી ફિટિંગ ડ્રેસ બનાવ્યો હતો અને બાકીના બધાના ડ્રેસ ફિટિંગ ખરાબ હતી.
આ આરોપો બાદ લીલાનીનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો તેના પર સવાલ કરીને પ્રિયંકાને સપોર્ટ કરી રહ્યા છે.