બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / Minister Kumar Kanani writes letter to DCP regarding traffic fines, Kanani becomes a troll on social media

સોશિયલ ટ્રોલ / ભાજપના મંત્રીએ કહ્યું, પોલીસ દંડ કરશે તો વિરોધ કરીશું, લોકોએ બોલ્યાં અત્યાર સુધી ન દેખાયું, ચૂંટણી આવી લાગે છે

Vishnu

Last Updated: 02:29 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાફિક દંડ મુદ્દે સોશિયલ મીડિયા પર યુઝર્સે કાનાણીને આડેહાથ લીધા, તો અમુક લોકોએ આરોગ્યમંત્રીના કાર્યને સારૂ પણ ગણાવ્યું.

  • ટ્રાફિક દંડ પર કાનાણીએ DCPને લખ્યો પત્ર
  • સોશિયલ મીડિયા લોકોએ કહ્યું ચૂંટણીનો રેલો આવ્યો
  • સુરત ટ્રાફિક DCPને વસૂલાત દંડને લઈ કરાઇ રજૂઆત

કોરોના કાળમાં લોકો આર્થિક ભિસમાં સપડાઈ ગયા છે. તેમાં પણ ખાસ ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે તેમાં ગુજરાતના અનેક શહેરોમાં ટ્રાફિક નિયમના નામે  પહેલાથી જ આર્થિક ખેચ ભોગવી રહેલા લોકો પાસે મસમોટો દંડ ઉઘરાવી રહી છે. ત્યારે આ અંગે મંત્રી કુમાર કાનાણીએ શહેર ટ્રાફિક DCP પ્રશાંત સુંબેને પત્ર લખ્યો છે અને માસ્ક સિવાયના અન્ય દંડમાંથી નાગરિકોને મુક્તિ આપવા રજૂઆત કરી છે. ત્યારબાદ ટ્રાફિક DCPને લખેલો પત્ર  કુમાર કાનાણીએ સોશિયલ મીડિયા પર મૂક્યો હતો જ્યાં તેમને ટ્રોલ થવાનો વારો આવ્યો હતો. 

 

માસ્ક સિવાય અન્ય દંડ ઉઘરાવશો તો વિરોધ કરીશ : મંત્રી કુમાર કાનાણી
મહત્વનું છે કે  તેમના વિસ્તારમાં એમ્બ્રોઇડરીના વર્કના પોટલા  ટુ-વ્હીલર પર લઈને જતાં શ્રમિકો પાસેથી પોલીસ દંડની વસૂલાત કરી રહી છે. જે વાત કુમાર કાનાણીને ધ્યાને આવતા તેમને આ અંગે શહેર ટ્રાફિક DCP જણાવ્યું કે શહેરમાં અમુક લોકોને ખાવાના પણ ફાંફા હોય ત્યારે આવ દંડ લેવા યોગ્ય નથી દંડ માત્ર માસ્કનો જ લેવામાં આવે જો હવે ટ્રાફિક પોલીસ બીજા દંડ ઉઘરાવશે તો વિરોધની ચીમકી મંત્રી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. વરાછા વિસ્તારમાં એમ્બ્રોઈડરી અને સાડીઓ ઉપર ટીકી લગાડવાનું કામ ખૂબ મોટા પાયા પર હાલ ધમધમી રહ્યું છે. જે બાયડ ઘરે ઘરે સાડીઓ આપવા માટે બાઈક સહિતના નાના વાહનો પર પોટલા લઈને લોકો અવરજવર કરતાં હોય છે. જેમાં પોલીસ ટ્રાફિક નિયમનાઆ ઉલ્લઘનની પરચી ફાડી મોટા દંડ વસૂલે છે.

સોશિયલ મીડિયા પર કાનાણી થયા ટ્રોલ
સમગ્ર ટ્રાફિક દંડની રજૂઆત બાબતેનો પત્ર કુમાર કાનાણીએ સોશિયલ પ્લેટફોર્મ પર મૂક્યો હતો. જે બાદ અત્યાર સુધી દંડ ભરીને ગિન્નાયેલા લોકોએ મંત્રી કુમાર કાનાણીનો બરાબરનો ઉધડો લીધો હતો. તેમને કોમેન્ટ કરી અનેક સવાલો કર્યા હતા તેમજ ચૂંટણી આવી એટલે રેલો આવ્યો લાગે છે તેવી પોસ્ટ પણ મૂકી હતી. એક યુઝર્સ AAP પાર્ટીના ડરથી હવે દંડ ન વસુલવાની વાત કહી હતી તો કોઈ એ ચુંટણી આવે છે એટલે બધુ દેખાય છે તેવો મેસેજ કર્યો હતો. મોટા ભાગના યુઝર્સ કાનાણીને આડેહાથ લીધા હતા જેમાંથી કેટલાક લોકોએ કાનાણીના આ કામને વખાણ્યું પણ હતું. 

સોશિયલ મીડિયામાં યુઝર્સે સવાલ કર્યો હતો કે ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન જો આ રીતે રજૂઆત કરતા હોય અને તેનું યોગ્ય રીતે અમલીકરણ ન થતું હોય તો સામાન્ય પ્રજા સાથે ટ્રાફિક જવાનો કેવી મનમાની કરતા હશે તે જાણી લેવી જોઈએ.એક તરફ કુમાર કાનાણી વાત સાચી છે કે હાલ કોરોનાને કારણે પરિસ્થતિ આમેય ખરાબ છે તેમાં આ રીતના દંડ યોગ્ય ન કહેવાય, પણ સાથે લોકોની પણ વાત સાચી છે કે દંડ ઘણા સમયથી વસૂલાઈ રહ્યો છે ત્યારે ચૂંટણી આવતા લોકોની યાદ આવે તે બરોબર ન કહેવાય. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ