બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / middle class family children achieved success in 12th Science result at surat

મહેનતનું પરિણામ / VIDEO: સુરતમાં ફ્રૂટ સેલરના દીકરાએ કર્યું ટોપ તો રત્નકલાકારની દીકરીએ પણ કર્યો કમાલ, જાણીને થશે ગર્વ

Dhruv

Last Updated: 11:49 AM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સામાન્ય પરિવારના સંતાનોએ ધોરણ 12 સાયન્સના પરિણામમાં ઊંચી ટકાવારી સાથે પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે.

  • સુરતમાં સામાન્ય પરિવારના દિકરા-દિકરીઓએ માતા-પિતાનું નામ રોશન કર્યું
  • દિકરીએ A-1 ગ્રેડ મેળવી 91% સાથે પરિણામ લાવતા રત્નકલાકાર પિતાને થયો ગર્વ
  • ફ્રુટની લારી ચલાવનાર દિકરાએ મેળવ્યા 90 ટકા, હવે ડૉક્ટર બનવાનો વિચાર

સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતાં તે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. જેમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટ જિલ્લો 85.78 % સાથે પ્રથમ ક્રમાંકે આવ્યો છે. જ્યારે 40.19 % સાથે સૌથી ઓછું પરિણામ દાહોદમાં આવ્યું છે. જો કે, આપણે દરેક વખતે જોઇએ છીએ કે, આવી કોઇ પણ પરીક્ષા હોય તેમાં મોટા ભાગે એક સામાન્ય પરિવારના દીકરા-દીકરી હંમેશની જેમ ઊંચી ટકાવારી હાંસલ કરીને પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે. ત્યારે આજે પણ સુરતમાં એક રત્નકલાકારની દિકરી અને એક ફ્રુટની લારી ચલાવનારના દિકરાએ પોતાના પરિવારનું અને શહેરનું નામ ઊંચુ કર્યું છે.

રત્નકલાકારની દિકરીએ A-1 ગ્રેડ મેળવી શહેર અને પરિવારનું નામ રોશન કર્યું

આજના આ પરિણામમાં જે વિદ્યાર્થીઓએ ઊંચી ટકાવારી સાથે સિદ્ધિ હાંસલ કરી છે તેવાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં એક રત્નકલાકારની દિકરી ભંડેરી કાશવી ઘનશ્યામભાઇએ A-1 ગ્રેડ મેળવી 91% સાથે પોતાના માતા-પિતાનું અને શહેરનું નામ રોશન કર્યું છે. જ્યારે 99.83% પર્સન્ટાઇલ છે. જો કે, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, હવે પછી આગળના ભવિષ્યનો શું પ્લાન છે. ત્યારે તેને કહ્યું કે, 'હવે આગળ કોમ્પ્યુટર સાયન્સ એન્જીનિયરિંગ કરવું છે.' સાથે વધુમાં એમ પણ જણાવ્યું કે, 'અમારી સ્કૂલનું કોરોનાકાળમાં મેનેજમેન્ટ ખૂબ સારું રહ્યું હતું. કોરોના કાળમાં પણ અમારી સ્કૂલે વધારે પરીક્ષાઓ લીધી હતી. અમે સતત બે વર્ષ મહેનત કરી છે. અમને કોરોનાકાળ બિલકુલ નડ્યો નથી.'

ફ્રુટની લારી ચલાવનાર દિકરાએ 90 ટકા મેળવી પિતાનું નામ રોશન કર્યું, હવે ડૉક્ટર બનવાનો વિચાર

તો બીજી બાજુ એક ફ્રુટની લારી ચલાવનારના દિકરા મોનુ સોણકરની 90 ટકા અને 99 % પર્સન્ટાઇલ સાથે પોતાની મહેનત રંગ લાવી છે. જેને પૂછતા તેને જણાવ્યું કે, 'મારે હવે આગળ ડૉક્ટર બનવાનો જ વિચાર છે.' સાથે કોરોનાકાળમાં સ્કૂલની સિસ્ટમ વિશે પૂછતા સ્કૂલની સિસ્ટમના પણ વિદ્યાર્થીએ ભરપૂર વખાણ કર્યાં છે. તમને જણાવી દઇએ કે, સુરતની આશાદીપ વિદ્યાલયનું જે પરિણામ આવ્યું તેમાં અનેક વિદ્યાર્થીઓ એવાં છે કે જેમના માતા-પિતા ખૂબ સામાન્ય ઘરના છે. જેમાં કોઇ રત્નકલાકાર છે તો કોઇ ફ્રુટની લારી ચલાવે છે તેઓના સંતાનોએ A-1 ગ્રેડ મેળવી પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે હવે તેઓ પોતાની કારકિર્દીને કઇ રીતે આગળ વધારશે તેના વિશે વિચારણા કરી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓએ ખૂબ ઓછી મહેનતે પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે. ખૂબ જ ઓછી સુવિધામાં આ વિદ્યાર્થીઓએ અભ્યાસ કરીને A રેન્ક મેળવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ