બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / MG to bring India's cheapest electric car to rival TATA, with powerful features, know what the price

ઓટો / TATA ને ટક્કર આપવા ભારતની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર લાવશે MG, જોરદાર ફીચર્સ સાથે જાણૉ શું હશે કિંમત

Megha

Last Updated: 05:47 PM, 7 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય બજારમાં Tata Tiago EVથી પણ સસ્તી ઇલેક્ટ્રિક કાર એન્ટ્રી કરવા જઈ રહી છે. આજે અમે તમને એ જ કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • Tata Tiago EVથી પણ વધુ સસ્તી ઇલેક્ટ્રિક કાર જલ્દી બજારમાં કરશે એન્ટ્રી 
  • થોડા સમય પહેલા દેશમાં તેનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે
  • આ ઈલેક્ટ્રિક કાર હાલ ચીનમાં વહેંચાય છે

ટાટા મોટર્સ દ્વારા ગયા મહિને જ લોન્ચ કરવામાં આવેલ ઇલેક્ટ્રિક કાર Tata Tiago EV આ સમયે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારમાંથી એક છે. આ ઇલેક્ટ્રિક કારની શરૂઆતની કિંમત 8.49 લાખ રૂપિયા છે. પણ હવે ભારતીય બજારમાં તેનાથી પણ સસ્તી ઇલેક્ટ્રિક કાર એન્ટ્રી કરવા જઈ રહી છે. આજે અમે તમને એ જ કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

શરૂ થઈ ગયું છે ટેસ્ટિંગ
MG Motors જલ્દી જ તેની નવી ઈલેક્ટ્રિક કારને ભારતમાં લોન્ચ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર MG મોટર્સ તેની વૂલિંગ એર ઇલેક્ટ્રિક કારને દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર તરીકે જલ્દી જ લોન્ચ કરી શકે છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા દેશમાં તેનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. 

કેટલી હશે રેન્જ?
કહેવાતી દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારની બેટરી ક્ષમતા વિશે હાલ કોઈ જાણકારી મળી નથી .પણ તમને જણાવી દઈએ કે તેના ચાઇના સ્પેક વર્ઝનમાં એક 30KW બેટરી પેક મળે છે, જે 40 hp પાવર જનરેટ કરે છે. અને એક 50 kW બેટરી પેક મળે છે જે 67hp પાવર જનરેટ કરે છે. જણાવી દઈએ કે આ કાર 200 થી 300 કિમીની રેન્જ આપે છે. 

કેવી હશે કારની ડિઝાઇન?
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારની ડિઝાઇન એટલે કે તેનો આકાર મારુતિની અલ્ટો કરતા પણ નાનો હશે. તેને કંપની ગ્લોબલ સ્મોલ ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લેટફોર્મ પર બનાવે છે. હાલ ચીનમાં આ કારના બે વેરિઅન્ટ વહેંચાય છે, જે સ્ટાન્ડર્ડ વ્હીલ બેસ અને લોંગ વ્હીલ બેસ સાથે આવે છે. ખાસ જણાવી દઈએ કે ચીનમાં વહેંચાતા આ વેરિયન્ટમાં સ્ટાન્ડર્ડ વ્હીલ બેસ વર્ઝનને 2-સીટર અને લાંબા વ્હીલ બેસ વર્ઝનને 4-સીટર તરીકે બનાવવામાં આવ્યું છે.  

ચીનમાં વહેંચાય છે વૂલિંગ એર ઇલેક્ટ્રિક કાર 
MGની આ ઈલેક્ટ્રિક કાર ચીનમાં પણ વહેંચાય છે અને MG ભારતમાં ટૂંક સમયમાં તેને કેટલાક ફેરફારો સાથે લોન્ચ કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ