બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorologist Ambalal Patel made a big forecast for the rains, heavy rains may fall in Gujarat on this date

આગાહી / હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, ગુજરાતમાં આ તારીખે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ

Kiran

Last Updated: 11:15 AM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળમાં ઉપસાગરનું વહન સક્રિય થયું છે જેથી 29 ઓગસ્ટથી દેશના મધ્યભાગમાં ચોમાસું સક્રિય થાય તેવું વર્તાઈ રહ્યું છે

  • રાજ્યમાં સારા વરસાદના સંકેત
  • વરસાદને લઇને અંબાલાલ પટેલની આગાહી
  • રાજ્યના ક્યા ભાગમાં કેવો રહેશે વરસાદ?

ગુજરાતમાં વરસાદ ખેંચાતા જળસંકટ ઊભુ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે જો વરસાદ નહી પડે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભિતિ સેવાઈ રહી છે ત્યારે ગુજરાતમાં વરસાદને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. 



 

બંગાળમાં ઉપસાગરનું વહન સક્રિય થયું: અંબાલાલ પટેલ

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળમાં ઉપસાગરનું વહન સક્રિય થયું છે જેથી 29 ઓગસ્ટથી દેશના મધ્યભાગમાં ચોમાસું સક્રિય થાય તેવું વર્તાઈ રહ્યું છે. આમ સપ્ટેમ્બરના શરૂઆતમાં દેશમાં 90 ટકા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે અહીં પડી શકે વરસાદ | weather  forecast by analyst ambalal patel
 

29 ઓગસ્ટથી દેશના મધ્યભાગમાં ચોમાસુ સક્રિય થયું: અંબાલાલ

29 થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ પડે તવું અનુમાન સેવવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 29 ઓગસ્ટથી રાજ્યના હવામાનમાં પટલો આવશે જે બાદ 6 સપ્ટેમ્બરથી મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કોઈ કોઈ ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. 



 

સપ્ટેમ્બરના શરૂઆતમાં દેશના 90 ટકા વિસ્તારમાં વરસાદ પડશે

હવામાન નિષ્ણાંત અંબાલાલે ઉત્તર ગુજરાતમાં 30 અને 31 ઓગસ્ટે હવામાનમાં પલટો આવી શકે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો 3 થી 10 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ સાથે 7થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના જોવાઈ રહી છે. 

29 થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ પડશે 

જો કે 30 અને 31 ઓગસ્ટે પંચમહાલ આસપાસના પંથકમાં તેમજ વડોદરા સહિત મધ્ય ગુજરાત વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ ઓગસ્ટ અંત અને સપ્ટેમ્બર શરૂઆતમાં સારો વરસાદ પડશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં 4 દિવસ વરસાદી ઝાપટાની સંભાવના

જ્યારે રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાનમાં 30 ઓગસ્ટથી વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો થશે જ્યારે 30-28 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. 29 ઓગસ્ટથી એક નવી સિસ્ટમ બનવાથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જો કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયે જ કેટલાક પંથકમાં સારો વરસાદ પડી તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

અંબાલાલ પટેલની આગાહી : ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, આ તારીખે શરૂ થશે  વરસાદ |Ambalal Patel's forecast: Megharaja will shake Gujarat once again,  rains will start on this date

30 અને 31 ઓગસ્ટે દ.ગુજરાતમાં વરસાદની આગાહી

મહત્વનું છે કે રાજ્યમાં વરસાદ ખેંચાતા જળ સંકટ ઉભી થાય તેવી ભિતિ સેવાઈ રહી છે આ તરફ રાજ્યમાં મોટા ભાગના ડેમોનું સ્થિતિ તરીયા ઝાટક બની ગઈ છે. રાજ્યમાં 65 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 41.75 ટકા જ વરસાદ પડતા ખેડૂતો સિંચાઈ માટે પણ મોટી સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ રાજ્યના 98 ડેમોમાં માત્ર 25 ટકા જ પાણી બચ્યું છે. જેથી જો આ વખતે પણ વરસાદ સારો નહીં પડે તો પાણીની મોટી પારાયણ સર્જાઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ