બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Meteorologist Ambalal Patel forecast for monsoon rains

અનુમાન / ખેડૂતોને થશે હાશકારો: 'ગરમી વધુ, ચોમાસુ વહેલું' અંબાલાલ પટેલે વરસાદને લઈ જાણો શું કરી મોટી આગાહી

Vishnu

Last Updated: 05:52 PM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાની શરૂઆતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા: અંબાલાલ

  • ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે:અંબાલાલ
  • એપ્રિલથી હવામાનમાં પલટો આવશેઃઅંબાલાલ
  • આ વખતે ગરમી વધુ પડશેઃઅંબાલાલ

રાજ્યમાં આજથી ભીષણ ગરમીનો વધુ એક રાઉન્ડ શરુ થઈ શકે છે.  એક તરફ રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં શનિવાર અને રવિવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે બીજી તરફ આજે અમદાવાદમાં આજે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યો છે. ત્યારે આગામી ચોમાસાને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 

આ વખતે 25 મે થી 8 જૂન વચ્ચે વરસાદ થશેઃ અંબાલાલ
અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે, ચોમાસાની શરૂઆતમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા પણ તેમણે સેવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ આ સિઝનમાં વરસાદ સમો સૂતરો રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. એપ્રિલ મહિનાથી હવામાનમાં પલટો આવશે જે 17 મે સુધી ચાલશે. પ્રિ મોનસૂન પ્રક્રિયા વહેલી શરૂ થશે, ચોમાસુ વહેલુ શરૂ થશે તેમજ આ વખતે 25 મે થી 8 જૂન વચ્ચે વરસાદ પણ સારો રહેશે. અંબાલાલની આ આગાહીથી ખેડૂતોને હાશકારો થયો છે.

અગાઉ હોળીની જ્વાળા પરથી કરી હતી આગાહી
આ અગાઉ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા અને પવનની દિશા પરથી વરસાદ અને ગરમીના વરતારા કર્યા હતા કે આ વખતે જ્વાળાઓ વાયવ્ય દિશા બાજુ દેખાઈ છે જેથી ચોમાસાની શરૂઆતમાં ભારે પવન સાથે વરસાદ આવશે. તેમજ વર્ષ દરમિયાન આંધીઓનું પ્રમાણ વધશે અને સમુદ્રમાં ભારે ચક્રવાતો સર્જાય તેવી શક્યતા છે. તો બીજી તરફ આ વખતે ઉનાળો કાળઝાળ રહે તેવા એંધાણ છે. અંબાલાલના જણાવ્યા અનુસાર 20 એપ્રિલ  બાદ ગરમીનું પ્રમાણ ખુબ વધી જશે, 26 એપ્રિલ બાદ ગરમીનો પારો 46 -47 ડિગ્રી સુધી પહોંચશે વધારે ગરમીના કારણે વરસાદ પણ ભારે આવશે અને સાથે આંધી અને તોફાનો પણ લાવશે. 

સ્કાયમેટને આગામી ચોમાસાને લઇ કર્યું પૂર્વાનુમાન
બે દિવસ પહેલા હવામાન વિભાગની આગાહી કરનારી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટ ચોમાસાને ખુશી સમાચાર આપ્યા હતા. આગામી ચોમાસાને પ્રથમ પૂર્વાનુમાન સ્કાયમેટે કર્યુ હતું. સ્કાયમેટની આગાહી મુજબ વર્ષ 2022નું ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. આ વર્ષે 4 મહિનામાં વરસાદ 98 ટકા રહેવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતાં 880.60 મીમી વરસાદની શક્યતા છે. તેમજ દેશમાં સંપૂર્ણ પણે 98 ટકા વરસાદ પડી શકે છે. આ રિપોર્ટ સ્કાયમેટે 21 ફેબૃઆરી જારી કર્યો હતો. સ્કાઇમેટ તરફથી ફરી આ આગાહીનું ફરી પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.

ક્યાં રાજ્યમાં કેવું રહેશે ચોમાસુ ? (સ્કાયમેટ પ્રમાણે)

  • મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં સામાન્યથી વધુ વરસાદ થશે
  • ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે
  • પૂર્વોત્તર વિસ્તાર નાગાલેન્ડ, મણીપુર, મઝોરમ અને ત્રિપુરામાં સિઝનમાં ઓછો વરસાદ થશે
  • કેરળ અને કર્નાટમાં જૂલાઇ, ઓગસ્ટમાં થશે વરસાદ
  • જૂન માસથી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઇ

કેટલા વરસાદનું અનુમાન ?  (સ્કાયમેટ પ્રમાણે)

  • જૂનમાં સરેરાશ 6.6 ઇંચના પ્રમાણે 107 ટકા વરસાદ થશે
  • જૂનમાં 70 ટકા સામાન્ય, 20 ટકા વધુ અને 10 ટકા ઓછા વરસાદની શક્યતા
  • જૂલાઇમાં સરેરાશ 11.4 ઇંચના પ્રમાણે 100 ટકા વરસાદ થશે
  • જૂલાઇમાં 65 ટકા સામાન્ય, 20 ટકા વધુ અને 15 ટકા ઓછા વરસાદની શક્યતા
  • ઓગસ્ટમાં સરેરાશ 10.32 ઇંચના પ્રમાણે 95 ટકા વરસાદ થશે
  • ઓગસ્ટમાં 60 ટકા સામાન્ય, 10 ટકા વધુ અને 30 ટકા ઓછા વરસાદની શક્યતા
  • સપ્ટેમ્બરમાં સરેરાશ 6.8 ઇંચના પ્રમાણે 90 ટકા વરસાદ થશે
  • સપ્ટેમ્બરમાં 20 ટકા સામાન્ય, 10 ટકા વધુ અને 70 ટકા ઓછા વરસાદની શક્યતા
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ