બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Meteorologist Ambalal Patel also predicted unseasonal rain in Gujarat

આફતના એંધાણ! / અંબાલાલની આગાહી: 27 એપ્રિલથી 3મે વચ્ચે ફરી ગુજરાતમાં થશે કમોસમી વરસાદની એન્ટ્રી, રાજ્યના આ વિસ્તારોને ધમરોળશે

Malay

Last Updated: 01:58 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rainfall forecast: હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જે બાદ ખેડૂતોની માથે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

  • ફરી કમોસમી વરસાદની આગાહી
  • ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં ગરમીની સાથે ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી 3 મે વચ્ચે વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "Gujarat: રાજ્યમાં હજુ 24 કલાક  સુધી થશે કમોસમી વરસાદ, સોરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની  આગાહી, ખેતરોમાં ...

આ વિસ્તારમાં ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ
અંબાલાલ પટેલે પશ્ચિમ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી  છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં  27 એપ્રિલથી 3 મે વચ્ચે વરસાદની શક્યતા છે.  આ દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ખેડા, સુરત, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 

બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશેઃ અંબાલાલ
અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે ગાજવીજ વધારે વરસાદ થશે. કરા પડવાની પણ શક્યતા છે.  2થી 8 મે વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 25 મેથી 10 જૂન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થશે. ઓમાન તરફ ફંટાશે તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થશે.

VTV Gujarati News and Beyond on Twitter: "અખાત્રીજના પવન પરથી અંબાલાલ  પટેલની કમોસમી આગાહી: 27 એપ્રિલથી 3 મે સુધી ફરી કમોસમી વરસાદ થઈ શકે છે, 25  મે અને 10 જૂન ...
અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)

26 અને 27 એપ્રિલે ખાબકી શકે છે કમોસમી વરસાદ
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 26  અને 27 એપ્રિલે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ તરફથી પવન ફુંકાતા રાજ્યમાં હીટવેવની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે 24 અને 25 એપ્રિલે હીટવેવ રહી શકે છે. જોકે, 26 અને 27 એપ્રિલે રાજ્યમાં કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી 3થી 4 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની પણ શક્યતા છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

હવામાન વિભાગે આપી આ સલાહ
હિટવેવની સ્થિતિમાં 1થી 4 વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર ન નિકળવું જોઈએ તેવી સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેથી કરીને શરીર ડિહાઈડ્રેટ ના થાય. તેમજ કમોસમી વરસાદમાં પણ ભારે પવન કારણે કૃષિ પાકને નુકસાન થઈ શકે. ત્યારે તૈયાર પાકને યોગ્ય જગ્યા પર રાખવો જોઈએ.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ