બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / meteorological department rain forecast from 8 june in gujarat

ચોમાસું / કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર: ગુજરાતમાં આ તારીખથી મેઘો એન્ટ્રી મારશે, જુઓ શું કરી આગાહી

Dhruv

Last Updated: 07:48 AM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં 8 જૂનથી વરસાદ શરૂ થશે.'

  • કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર
  • રાજ્યમાં 8 જૂનથી શરૂ થશે વરસાદનું આગમન
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

રાજ્યમાં ફરીવાર છેલ્લાં એક-બે દિવસથી વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકોએ ભારે ઉકળાટ સહન કરવાનો વારો આવ્યો છે. એવામાં એકવાર ફરી હવામાન વિભાગે વરસાદને લઇને મોટી આગાહી કરી છે. કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં 8 જૂનના રોજ કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસશે. જેમાં હવામાનની આગાહી અનુસાર, રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ અને નવસારીમાં પણ મન મૂકીને વરસાદ વરસશે તેવી આગાહી કરાઇ છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ થશે.

રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું

આ બાજુ તાપમાનની જો વાત કરીએ તો રાજ્યમાં અમદાવાદમાં 42.6, ગાંધીનગરમાં 42.4 ડિગ્રી તાપમાન, કંડલામાં 42.2 ડિગ્રી તાપમાન અને અમરેલીમાં 41.5 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનોની ગતિ તેજ રહેશે

રાજ્યમાં આગામી બે દિવસ પવનોની ગતિ તેજ રહેતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહેલ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનોની ગતિ તેજ રહેશે. જ્યારે વરસાદની શકયતા નહિવત છે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

દેશમાં 2019થી સતત સારો એવો વરસાદ થઈ રહ્યો છે

જૂનમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ગુજરાત, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયામા, ઉત્તરી રાજસ્થાન, મહારાષ્ટ્ર, પૂર્વ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને આંતરિક કર્ણાટકમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પંજાબમાં આ વર્ષે માર્ચથી લઈને 22 મે સુધી વાતાવરણ શુષ્ક રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rainfall Rain forecast Weather update monsoon 2022 વરસાદની આગાહી Monsoon 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ