બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / meteorological department has forecast rains on April 20 and 21 IN GUJARAT

કમોસમી વકી / ખેડૂતો બે દિવસ સાચવી લેજો: હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી વરસાદની આગાહી, જાણો પૂર્વાનુમાન

Vishnu

Last Updated: 12:00 AM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આંશિક રાહત ગરમીથી મળશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે

  • ગુજરાતમાં બદલાઈ શકે છે હવામાન
  • 20, 21 એપ્રિલે વરસાદી ઝાપટાની શકયતા
  • હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આવતીકાલથી એટલે કે બુધવાર અને ગુરુવારે બે દિવસ કમોસમી વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. 20 અને 21 એપ્રિલ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે.રાજ્યમાં બે દિવસ ગરમીથી આંશિક રાહત મળે તેવી શકયતા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે..હવામાન વિભાગે બે દિવસ દરમિયાન થન્ડર સ્ટોર્મની અસર રહેવાની પણ શકયતા વ્યકત કરી છે.

બે દિવસ થન્ડર સ્ટોર્મ રહેશે

  • ગાંધીગનર, અમદાવાદ, વડોદરામાં કમોસમી વરસાદની સંભાવના
  • બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના
  • ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, વડોદરામાં થન્ડર સ્ટોર્મની આગાહી

હવામાન વિભાગે ઉપરોક્ત જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે ત્યારે સાબરકાંઠાના કલેક્ટરે ખેડૂતોને સાવચેત કર્યા છે અને ખુલ્લી જગ્યામાં મુકેલા પાકને સલામત સ્થળે ખસેડવા સૂચન જારી કર્યું છે.કલેક્ટરે જાહેરનામુ બહાર પાડીને APMC અને સબસેન્ટરમાં માલને વ્યવસ્થિત જગ્યાએ રાખવા સૂચના આપી છે. આ કમોસમી વરસાદથી હાલમાં જ પિયત કરેલા ઉનાળુ પાકને નુકસાન થઇ શકે છે 

અંબાલાલના મતે આ વર્ષે કેવું રહેશે ચોમાસું
અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે, ચોમાસાની શરૂઆતમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા પણ તેમણે સેવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ આ સિઝનમાં વરસાદ સમો સૂતરો રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. એપ્રિલ મહિનાથી હવામાનમાં પલટો આવશે જે 17 મે સુધી ચાલશે. પ્રિ મોનસૂન પ્રક્રિયા વહેલી શરૂ થશે, ચોમાસુ વહેલુ શરૂ થશે તેમજ આ વખતે 25 મે થી 8 જૂન વચ્ચે વરસાદ પણ સારો રહેશે. અંબાલાલની આ આગાહીથી ખેડૂતોને હાશકારો થયો છે.

સ્કાયમેટને આગામી ચોમાસાને લઇ કર્યું પૂર્વાનુમાન
બે દિવસ પહેલા હવામાન વિભાગની આગાહી કરનારી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટ ચોમાસાને ખુશી સમાચાર આપ્યા હતા. આગામી ચોમાસાને પ્રથમ પૂર્વાનુમાન સ્કાયમેટે કર્યુ હતું. સ્કાયમેટની આગાહી મુજબ વર્ષ 2022નું ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. આ વર્ષે 4 મહિનામાં વરસાદ 98 ટકા રહેવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતાં 880.60 મીમી વરસાદની શક્યતા છે. તેમજ દેશમાં સંપૂર્ણ પણે 98 ટકા વરસાદ પડી શકે છે. આ રિપોર્ટ સ્કાયમેટે 21 ફેબૃઆરી જારી કર્યો હતો. સ્કાઇમેટ તરફથી ફરી આ આગાહીનું ફરી પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ