બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Meteorological department forecast of unseasonal rain in Gujarat for five days

આગાહી / ગુજરાતના ખેડૂતો પર ફરી માવઠાનું સંકટ, પાંચ દિવસ સુધી રાજ્યના આ વિસ્તારો પર મેઘરાજા ત્રાટકશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું

Last Updated: 02:59 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વારંવાર કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગત માર્ચ મહિનામાં કમોસમી વરસાદથી ખેડૂતો દયનીય સ્થિતિમાં મૂકાઈ ગયા તો વર્તમાન અપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની આફત ત્રાટકવાની છે.

 

  • પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી
  • મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં થઈ શકે વરસાદ
  • આજે મધ્ય ગુજરાતમાં પડી શકે છે વરસાદ 

ગુજરાતમાં અગાઉ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ આ વખતે તો અવારનવાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હોઈ જગતનો તાત રાતાં પાણીએ રડી રહ્યો છે. ખેડૂતોના ઊભા પાકને લાખો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હોવા છતાં રાજ્યમાંથી કમોસમી વરસાદ વિદાય લેવાનું નામ નથી રહ્યો. હવામાન વિભાગે ફરી પાંચ દિવસ કમોસમી વરસાદાની આગાહી કરી છે. 

ફરી આવશે માવઠું, ગુજરાતમાં હજુ ૨૯-૩૦ માર્ચે <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/કમોસમી-વરસાદ' title='કમોસમી વરસાદ'>કમોસમી વરસાદ</a> થવાની આગાહી I  Gujarat can again face the off seasonal rain, weather forecast says

કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.  હવામાન વિભાગ ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી છે. આજે દાહોદ, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણના ઉપર અને મધ્ય લેવલે ટ્રફ સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને કારણે અમદાવાદમાં આજે હળવો વરસાદ પડવાની શક્યતા છે. 

6-7 અપ્રેલે અહીં ખાબકી શકે છે વરસાદ 
6 એપ્રિલે એટલે કે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, રાજકોટ અને દીવમાં વરસાદની આગાહી છે. 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.  રાજસ્થાન તરફ સાઈકલોનીક સર્ક્યુલેશનને લઈને ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. એપ્રિલ મહિનાની શરૂઆત પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખેડૂતો માટે પીડાદાયક બનાવાની છે. 

ગુજરાતમાં આગામી 5 દિવસ નહીં પડે ભારે વરસાદ, પણ આ વિસ્તારોમાં પડી શકે છે  ઝાપટાં | Normal rain forecast for next 5 days in Gujarat

અમદાવાદમાં પણ રહેશે વાદળછાયું વાતાવરણ
અમદાવાદમાં પણ આગામી 11 એપ્રિલ સુધી આકાશમાં સૂર્યનારાયણ અને વાદળાં વચ્ચે સંતાકૂકડી રમાશે એટલે કે અમદાવાદનું આકાશ ક્યારેક અંશતઃ વાદળછાયું બનશે તો અમુકવાર વાદળાંરહિત બનશે. આજે શહેરમાં 24.5 ડિગ્રી સેલ્યિયસ ઊંચુ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતા ત્રણ ડિગ્રી જેટલું વધારે હતું. આપને જણાવી દઈએ કે,  ડિસ્ટર્બન્સની અસર આ વખતે ગુજરાતમાં વધુ થઈ છે જેના કારણે બેથી ત્રણ વખત ઉનાળાની સિઝન દરમિયાન પણ વરસાદ પડ્યો છે.
  


 

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department forecast unseasonal rain કમોસમી વરસાદ ગુજરાત ન્યૂઝ હવામાન વિભાગની આગાહી Unseasonal rain in Gujarat
Malay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ