બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological Department big forecast for rain in Gujarat 11-09-2022

આગાહી / ગુજરાતમાં 4 દિવસ આ જિલ્લામાં મેઘો બઘડાટી બોલાવશે, બંગાળના લો પ્રેશરની અસર, 6 ઈંચ પણ પડી શકે

Vishnu

Last Updated: 11:43 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં હળવુ દબાણ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

  • હવામાન વિભાગની મોટી આગાહી
  • આજે રાજ્યના 159 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ વલ્લભીપુરમાં સવા 3 ઈંચ વરસાદ

વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદ થશે. એ સિવાય ડાંગ, નર્મદા અને ભરૂચને પણ મેઘરાજા ધમરોળશે. બંગાળમાં લો પ્રેશર થવાના કારણે આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. 

12 સપ્ટેમ્બર

  • સુરત નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી 
  • વડોદરા ભરૂચ નવસારી તાપી વલસાડ પોરબંદર જુનાગઢ 
  • અમરેલી અને ભાવનગરમાં છુટોછવાયો ભારે વરસાદ

13 સપ્ટેમ્બર

  • વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી 
  • અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ 
  • સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલીમાં છુટોછવાયો ભારે વરસાદ

14 સપ્ટેમ્બર

  • સુરત નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી 
  • અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા 
  • તાપી ડાંગ બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં છુટોછવાયો ભારે વરસાદ 

15 સપ્ટેમ્બર

  • તાપી ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી 
  • વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત અને નવસારીમાં છુટોછવાયો ભારે વરસાદ

રવિવારે 159 તાલુકામાં વરસાદ 
રવિવારે 10 વાગ્યા સુધી રાજ્યના 159 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વલ્લભીપુરમાં સવા 3 ઈંચ વરસાદ, ધંધૂકામાં 2.5 ઈંચ, જેતપુરમાં 2.5 ઈંચ, વિંછિયામાં સવા 2 ઈંચ, ચૂડામાં સવા 2 ઈંચ, હળવદમાં 2 ઈંચ, સાંતલપુરમાં 2 ઈંચ, કરજણમાં પોણા 2 ઈંચ, કોટડા સાંગાણીમાં 1.5 ઈંચ, પાલનપુરમાં 1.5 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, સિનોરમાં 1.5 ઈંચ, ખેડામાં 1.5 ઈંચ, સુબિરમાં 1.5 ઈંચ,બાબરામાં 1.5 ઈંચ વરસાદ પડયો છે.

આગામી દિવસોમાં રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી છે કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકી શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં તોફાની ઈનીગના એંધાણ છે. દક્ષિણ ગુજરાતમાં આ પાંચ દિવસમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે જ્યારે મુંબઈના ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ