હવામાન વિભાગની આગાહી: જાણો ચાલુ વર્ષે કેવું રહેશે ચોમાસુ? કેટલો પડશે વરસાદ?

By : hiren joshi 04:33 PM, 16 April 2018 | Updated : 04:33 PM, 16 April 2018
અમદાવાદઃ રાજ્યમાં ગરમી પોતાનો પ્રકોપ વરસાવી રહી છે. ત્યારે ચોમાસાને લઇને પણ હવામાન વિભાગે આગાહી કરી છે. સતત ત્રીજા વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી દર્શાવાય રહી છે. ચાલુ વર્ષે 97 ટકા વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. જેમાં 97 ટકા વરસાદ થશે. જ્યારે દુષ્કાળની વાત કરીએ તો તેની સંભાવના 0 ટકા છે.

ઉલ્લેખનીય છે કે, 94 ટકાથી 104 ટકા સુધી વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. જ્યારે જૂન મહિનામાં વરસાદ સામાન્યથી વધારે રહેશે. જુલાઇથી ઓગષ્ટ સુધીમાં 96 ટકાથી 97 ટકા વરસાદની આગાહી છે. Recent Story

Popular Story